________________
પા. ૨ સૂ. ૩૯] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૫૩
શક્તિ પ્રાપ્ત થતાં, ક્યાંય નિષ્ફળ ન થાય એવા ગુણોનો ઉત્કર્ષ સાધે છે, અને સ્વયં સિદ્ધ બની શિષ્યોમાં જ્ઞાન સંક્રાન્ત કરવા માટે સમર્થ બને છે. ૩૮
तत्त्व वैशारदी ब्रह्मचर्यप्रतिष्ठायां वीर्यलाभः । वीर्यं सामर्थ्य यस्य लाभादप्रतिघातप्रतीघातानगुणानणिमादीनुत्कर्षयत्युपचिनोति । सिद्धश्च तारादिभिरष्टाभिः सिद्धिभिरूहाद्यपरनामभिरुपेतो विनेयेषु शिष्येषु ज्ञानं योगतदङ्गविषयमाघातुं समर्थो भवतीति ॥३८॥
વીર્ય એટલે સામર્થ્ય; જેની પ્રાપ્તિથી અણિમા વગેરે ક્યાંય ન રોકાતા ગુણો-સિદ્ધિઓ-મેળવે છે. સિદ્ધ બનીને ઊહ વગેરે નામોવાળી, તારા વગેરે આઠ સિદ્ધિઓ મેળવીને શિષ્યોમાં યોગ અને એનાં અંગો વિષેનું જ્ઞાન સંક્રાન્ત કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે. ૩૮
अपरिग्रहस्थैर्ये जन्मकथन्तासंबोधः ॥३९॥
અપરિગ્રહ સ્થિર થતાં જન્મ શા કારણે થાય છે એનો સ્પષ્ટ બોધ થાય છે. ૩૯
भाष्य अस्य भवति । कोऽहमासं, कथमहमासं, किंस्विदिदं, कथंस्विदिदं, के वा भविष्यामः, कथं वा भविष्याम इत्येवमस्य पूर्वान्तपरान्तमध्येप्वात्मभावजिज्ञासा स्वरूपेणोपावर्तते । एता यमस्थैर्ये सिद्धयः ॥३९॥
અપરિગ્રહ સ્થિર થાય ત્યારે આને (યોગીને) હું કોણ હતો ? કેવી સ્થિતિમાં હતો? આ (શરીર) શું છે? કેવી રીતે એ થયું? (ભવિષ્યમાં) શું થઈશ? કેવી રીતે થઈશ? એ બધું આત્માના પૂર્વના (પહેલાંના) અને છેવટના અંતનું અને મધ્યનું જ્ઞાન મેળવવાની ઇચ્છા થાય છે, અને એ બધું સ્વરૂપતઃ એની સમક્ષ પ્રગટ થાય છે. આ યમોની સ્થિરતા થતાં મળતી સિદ્ધિઓ છે. ૩૯
तत्त्व वैशारदी अपरिग्रहस्थैर्ये जन्मकथन्तासंबोधः । निकायाविशिष्टैदेहेन्द्रियादिभिः संबन्धो