________________
પા. ૨ સૂ. ૨૮] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૨૩૩
यथाग्निः पाक्यस्य । प्रत्ययकारणं- धमज्ञानमग्निज्ञानस्य । प्राप्तिकारणंयोगाङ्गानुष्ठानं विवेकख्यातेः । वियोगकारणं-तदेवाशुद्धेः । अन्यत्वकारणंयथा सुवर्णस्य सुवर्णकारः । एकमेकस्य स्त्रीप्रत्ययस्याविद्या मूढत्वे, द्वेषो दुःखत्वे, रागः सुखत्वे, तत्त्वज्ञानं माध्यस्थ्ये । धृतिकारणं शरीरमिन्द्रियाणाम्, तानि च तस्य । महाभूतानि शरीराणाम्, तानि च परस्परं सर्वेषाम् । तैर्यग्यौनमानुषदैवतानि च परस्परार्थत्वादिति । एवं नव कारणानि । तानि च यथासंभवं पदार्थान्तरेष्वपि योज्यानि । योगाङ्गानुष्ठानं तु द्विधैव कारणत्वं लभत इति ॥२८॥
યોગનાં આઠ અંગો આગળ કહેવામાં આવશે. એમના અનુષ્ઠાનથી અશુદ્ધિરૂપ, પાંચ પર્વવાળી વિપર્યય બુદ્ધિનો ક્ષય થાય છે. એનો નાશ થતાં, સમ્યફ જ્ઞાનની અભિવ્યક્તિ થાય છે. જેમ જેમ સાધનોનું અનુષ્ઠાન કરવામાં આવે, તેમ તેમ અશુદ્ધિ ઓછી થતી જાય છે. અને જેમ જેમ અશુદ્ધિ ઓછી થાય, તેમ તેમ ક્ષયના ક્રમના અનુરોધથી જ્ઞાનની દીપ્તિ વધતી જાય છે. આ વૃદ્ધિ પ્રકર્ષને પ્રાપ્ત થઈને વિવેકખ્યાતિ સુધી પહોંચે છે, એટલે કે ગુણો અને પુરુષના સ્વરૂપના વિજ્ઞાન સુધી પહોંચે છે. જેમ કુહાડી લાકડાનું એમ યોગાંગોનું અનુષ્ઠાન અશુદ્ધિ કાપવાનું કારણ છે. જેમ ધર્મ સુખનું, એમ એ (યોગાંગાનુષ્ઠાન) વિવેકખ્યાતિનું કારણ છે. બીજી કોઈ રીતે એ કારણ બનતું નથી.
શાસ્ત્રમાં કેટલા પ્રકારનાં કારણો કહ્યાં છે? ફક્ત નવ એમ કહે છે. જેમકે ઉત્પત્તિ, સ્થિતિ, અભિવ્યક્તિ, વિકાર, પ્રત્યય, પ્રાપ્તિ, વિયોગ, અન્યત્વ અને ધૃતિ એમ નવ પ્રકારનાં કારણો હોય છે. મન વિજ્ઞાનનું ઉત્પત્તિકારણ છે. આહાર જેમ શરીરનું સ્થિતિકારણ છે, એમ પુરુષાર્થ મેળવી આપવો એ મનનું સ્થિતિકારણ છે. પ્રકાશ રૂપને આલોક્તિ કરવામાં અને જાણવામાં અભિવ્યક્તિ કારણ છે. અગ્નિ જેમ અન્નનું વિકારકારણ છે, એમ વિષયાન્તર થવું એ મનનું વિકારકારણ છે. ધુમાડાનું જ્ઞાન અગ્નિનું પ્રત્યય કારણ છે. યોગનાં અંગોનું અનુષ્ઠાન વિવેકખ્યાતિનું પ્રતિકારણ છે. એ જ અશુદ્ધિનું વિયોગકારણ પણ છે. સોની સોનાનું અન્યત્વકારણ છે, એમ એક જ સ્ત્રી જ્ઞાન અવિદ્યાથી મૂઢતાનું, દ્વેષથી દુ:ખનું, રાગથી સુખનું.