________________
પા. ર સૂ. ૨૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [ ૨૨૯
વિવેકના સ્વરૂપને સમજીને, યુક્તિમય જ્ઞાનથી એને વ્યવસ્થિત બનાવીને, લાંબા સમય સુધી, નિરંતર, ઉત્સાહપૂર્વક ભાવના (આત્મનિષ્ઠા) સેવવામાં આવે તો એ પ્રકર્ષ સુધી પહોંચી સાક્ષાત્કારરૂપ બને ત્યારે એને વિવેકખ્યાતિ કહેવામાં આવે છે. એ વાસનાઓ સાથે મિથ્યાજ્ઞાનને નિવૃત્ત કરે, ત્યારે વિપ્લવરહિત બને છે. એ હાનનો ઉપાય છે. બાકી સરળ છે. ૨૬
तस्य सप्तधा प्रान्तभूमिः प्रज्ञा ॥२७॥ એની (વિવેકખ્યાતિપ્રાપ્ત યોગીની) પ્રજ્ઞા સાત પ્રકારના પ્રકૃષ્ટ અંતવાળી હોય છે. ૨૭
भाष्य तस्येति प्रत्युदितख्यातेः प्रत्याम्नायः । सप्तधेत्यशुद्ध्यावरणमलापगमाच्चित्तस्य प्रत्ययान्तरानुत्पादे सति सप्तप्रकारैव प्रज्ञा विवेकिनो भवति । तद्यथा
१. परिज्ञातं हेयं नास्य पुनः परिज्ञेयमस्ति । २. क्षीणा हेयहेतवो न पुनरेतेषां क्षेतव्यमस्ति । ३. साक्षात्कृतं निरोधसमाधिना हानम् । ४. भावितो विवेकख्यातिरूपो हानोपाय इति । एषा चतुष्टयी कार्या विमुक्तिः प्रज्ञायाः । चित्तविमुक्तिस्तु त्रयी । ५. चरिताधिकारा बुद्धिः । गुणा गिरिशिखरकूटच्युता इव ग्रावाणो निरवस्थानाः स्वकारणे प्रलयाभिमुखाः सह तेनास्तं गच्छन्ति । न चैषां प्रविलीनानां पुनरस्त्युत्पादः, प्रयोजनाभावादिति । ७. एतस्यामवस्थायां गुणसंबन्धातीतः स्वरूपमात्रज्योतिरमल: केवली पुरुष इति । एतां सप्तविधां प्रान्तभूमिप्रज्ञामनुपश्यन्पुरुषः कुशल इत्याख्यायते । प्रतिप्रसवेऽपि चित्तस्य मुक्तः कुशल इत्येव भवति, गुणातीतत्वादिति ॥२७॥
તેની એટલે ઉદયપામેલી ખ્યાતિવાળા યોગીની (પ્રજ્ઞા) એવો અર્થ છે. અશુદ્ધિ અને આવરણરૂપ મળોના નાશથી યોગીના ચિત્તમાં અન્યવૃત્તિઓ ઉત્પન્ન થતી નથી. ત્યારે એની પ્રજ્ઞા સાત પ્રકારની હોય છે. જેમકે, ૧. હેય જાણ્યું. હવે ફરીથી કાંઈ જાણવાનું બાકી નથી. ૨. હેયના હેતુઓ ક્ષીણ