________________
૨૨૮]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૨૭
सत्त्वपुरुषान्यताप्रत्ययो विवेकख्यातिः, सा त्वनिवृत्तमिथ्याज्ञाना प्लवते । यदा मिथ्याज्ञानं दग्धबीजभावं वन्ध्यप्रसवं संपद्यते तदा विधूतक्लेशरजसः सत्त्वस्य परे वैशारद्ये परस्यां वशीकारसंज्ञायां वर्तमानस्य विवेकप्रत्ययप्रवाहो निर्मलो भवति । सा विवेकख्यातिरविप्लवा हानस्योपायः । ततो मिथ्याज्ञानस्य दग्धबीजभावोपगमः पुनश्चाप्रसव इत्येष मोक्षस्य मार्गो हानस्योपाय इति ॥२६॥
સત્ત્વ અને પુરુષની ભિન્નતાનું જ્ઞાન વિવેકખ્યાતિ છે. એ મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ વિના ટકતી નથી. જયારે મિથ્યાજ્ઞાન બળેલા બીજ જેવું કે વાંઝિયું થાય, ત્યારે રજોગુણરૂપ ક્લેશ નષ્ટ થતાં, સત્ત્વ (ચિત્ત) પરમ વૈશારઘમાં કે વશીકાર નામના પરવૈરાગ્યમાં સ્થિર રહે છે, અને વિવેકજ્ઞાનનો પ્રવાહ નિર્મળ (અને સતત વહેતો) થાય છે. ઉપદ્રવરહિત નિર્મળ વિવેકખ્યાતિ પાનનો ઉપાય છે. ત્યારે મિથ્યાજ્ઞાન બળેલા બીજ જેવું થાય છે. અને ફરીથી અંકુરિત થતું નથી. એ હાનનો ઉપાય કે મોક્ષનો માર્ગ છે. ૨૬
तत्त्व वैशारदी __ हानोपायलक्षणं चतुर्थं व्यूहमाख्यातुं सूत्रमवतारयति- अथेति । विवेकख्यातिरविप्लवा हानोपायः । आगमानुमानाभ्यामपि विवेकख्यातिरस्ति । न चासौ व्युत्थानं तत्संस्कारं वा निवर्तयति, तद्वतऽपि तदनुवृत्तेरिति तन्निवृत्त्यर्थमविप्लवेति । विप्लवो मिथ्याज्ञानं तद्रहिता । एतदुक्तं भवति- श्रुतमयेन ज्ञानेन विवेकं गृहीत्वा युक्तिमयेन च व्यवस्थाप्य दीर्घकालनैरन्तर्यसत्कारासेविताया भावनायाः प्रकर्षपर्यन्तं समधिगता साक्षात्कारवती विवेकख्यातिनिवर्तितसवासनमिथ्याज्ञाना निविप्लवा हानोपाय इति । શેષ માર્ગે સુમમ્ રદ્દા
અથ... ” વગેરેથી હાનના ઉપાયરૂપ ચોથો બૃહ સમજાવવા “વિવેકખ્યાતિરવિપ્લવા” વગેરે સૂત્ર રજૂ કરે છે. આગમ અને અનુમાનથી પણ વિવેકખ્યાતિ ઉત્પન્ન થાય છે, પણ એ વ્યુત્થાન અને એના સંસ્કારોને નિવૃત્ત કરતી નથી. વેદ અને તર્કમાં પારંગત વિદ્વાનોમાં પણ એમની અનુવૃત્તિ જોવા મળે છે. માટે એને નિવૃત્ત કરવા “અવિપ્લવા”- ઉપદ્રવવિનાની - એમ કહ્યું. વિપ્લવ એટલે મિથ્યાજ્ઞાન, એનાથી રહિત. આશય એ છે કે વેદમય જ્ઞાનથી