________________
પા. ૨ સૂ. ૨૬] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [ ૨૨૭ એના (અજ્ઞાનના) અભાવથી (બુદ્ધિ-પુરુષના) સંયોગનો અભાવ હાન છે. એ દશિનું કૈવલ્ય છે. ૨૫
भाष्य
तस्यादर्शनस्याभावाद् बुद्धिपुरुषसंयोगाभाव आत्यन्तिको बन्धनोપરમ કૃત્યર્થ:। પતર્ જ્ઞાનમ્ । તો: વૈવલ્યું, પુરુષસ્થામિશ્રીમાવ: પુનરसंयोग गुणैरित्यर्थः । दुःखकारणनिवृत्तौ दुःखोपरमो हानम् तदा स्वरूपપ્રતિષ્ઠઃ પુરુષ પુત્યુત્તમ્
॥
એ અદર્શનના અભાવથી બુદ્ધિ અને પુરુષના સંયોગનો અભાવ બંધનનો આત્યંતિક નાશ છે, એને હાન કહે છે. એ દશિનું કૈવલ્ય કે પુરુષનો ગુણોસાથે ફરીથી અસંયોગ-અમિશ્રભાવ છે. દુઃખનું કારણ નિવૃત્ત થતાં દુઃખનો નાશ હાન છે. ત્યારે પુરુષ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે, એમ કહ્યું. ૨૫
तत्त्व वैशारदी
तदेवं व्यूहद्वयममुक्त्वा तृतीयव्यूहाभिधानाय सूत्रमवतारयति - हेयं दुःखमुक्तमिति । तदभावात्संयोगाभावो हानं तद्दृशेः कैवल्यमिति । सूत्रं व्याचष्टे - तस्येति । अस्ति हि महाप्रलयेऽपि संयोगाभावोऽत उक्तमात्यन्तिक इति । दुःखोपरमो हानमिति पुरुषार्थता दर्शिता । शेषमतिरोहितम् ॥ २५॥
આમ બે વ્યૂહો કહીને, “હેયં દુઃખમુક્તમ્” વગેરેથી ત્રીજો વ્યૂહ કહેવા માટે “તદભાવાત્” વગેરે સૂત્ર રજૂ કરે છે. “તસ્યાદર્શનસ્યાભાવાત્” વગેરેથી સૂત્રની વ્યાખ્યા કરે છે. મહાપ્રલયવખતે પણ સંયોગનો અભાવ હોય છે, તેથી “આત્યંતિક” એમ કહ્યું. દુઃખનો નાશ હાન છે, એનાથી પુરુષાર્થતા કહી. બાકીનું સ્પષ્ટ છે. ૨૫
अथ हानस्य कः प्राप्त्युपायः હાનની પ્રાપ્તિનો શો ઉપાય છે ?विवेकख्यातिरविप्लवा हानोपायः ॥ २६ ॥
ઉપદ્રવવિનાની વિવેકખ્યાતિ હાનનો ઉપાય છે. ૨૬
भाष्य