________________
૨૨૬ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૨૫
અર્થશબ્દ નિમિત્તને લક્ષિત કરાવે છે. પ્રયોજન પણ નિમિત્ત છે. “તભેદ વિદ્યમાનમ્...” વગેરેથી નપુંસકના આખ્યાન સાથે સમાનતા દર્શાવે છે. આ વિદ્યમાન ગુણ અને પુરુષની ભિન્નતાનું જ્ઞાન જો ચિત્તનિવૃત્તિ ન કરતું હોય, તે જ્ઞાનપ્રસાદમાત્રરૂપ પરવૈરાગ્ય સંસ્કારો સાથે નિરુદ્ધ થયેલા ચિત્તનો નાશ કરશે. એવી આશા શી રીતે રખાય ? જેની હયાતિમાં જે થાય એ એનું કાર્ય કહેવાય, એના અભાવમાં નહીં. “અત્ર.” વગેરેથી “આચાર્યદેશીય” એટલે અધૂરા જ્ઞાનવાળા આચાર્યના મતથી શંકાનો પરિહાર કરે છે. વાયુપુરાણમાં આચાર્યનું લક્ષણ કહ્યું છે - “શાસ્ત્રના અર્થોનો સંચય કરે, એમને આચારમાં સ્થાપે, અને પોતે એમનું આચરણ કરે, એને આચાર્ય કહે છે.” (વાયુ પુરાણ, ૫૯. ૩૦) ભોગ અને વિવેકખ્યાતિના પરિણામે પરિપક્વ થયેલી બુદ્ધિની પોતાના કાર્યમાંથી નિવૃત્તિ મોક્ષ છે, બુદ્ધિની સ્વરૂપઃ નિવૃત્તિ નહીં. ધર્મમેઘ સુધીની વિવેકખ્યાતિમાં બુદ્ધિ પ્રતિષ્ઠિત થાય, ત્યાર પછી એની નિવૃત્તિ થાય છે. બુદ્ધિ સ્વરૂપમાત્રથી રહે ત્યારે આવી નિવૃત્તિ થયેલી કહેવાય છે. અને વધુ સ્પષ્ટ કરતાં કહે છે કે બંધનના કારણરૂપ અદર્શનના અભાવથી બુદ્ધિ નિવૃત્ત થાય છે. બંધનનું કારણ અદર્શન દર્શનથી નિવૃત્ત થાય છે. અને દર્શનની નિવૃત્તિ પરવૈરાગ્યથી સિદ્ધ થાય છે. સ્વરૂપમાત્રરૂપે બુદ્ધિ રહે ત્યારે પણ મોક્ષ થાય છે, એવો ભાવ છે.
એકદેશી આચાર્યનો મત કહી, પોતાનો મત પ્રસ્તુત કરે છે : “ચિત્ત નિવૃત્તિ જ મોક્ષ છે.” પણ તમે હમણાં જ કહ્યું કે દર્શન નિવૃત્ત થતાં, તરત ચિત્તસ્વરૂપનિવૃત્તિ થાય છે, તો પછી આ નિવૃત્તિ દર્શનનું કાર્ય કેવી રીતે કહેવાય? આના જવાબમાં “મિર્થસ્થાને મત વિભ્રમ” કારણ વિના બુદ્ધિમાં ભ્રમ શા માટે? – વગેરેથી કહે છે એનું તાત્પર્ય એ છે કે જો અમે દર્શન સાક્ષાત ચિત્તનિવૃત્તિનું કારણ છે, એમ કહેતા હોઈએ, તો નાસ્તિકના ઠપકાને પાત્ર ઠરીએ, પણ અમે તો કહીએ છીએ કે વિવેકદર્શન નિરોધસમાધિની ભાવનાના પ્રકર્ષથી, છેલ્લી કાષ્ઠા (કક્ષા) સુધી પહોંચીને, ચિત્ત નિવૃત્તિપૂર્વક, પુરુષના સ્વરૂપમાં અવસ્થાનને સિદ્ધ કરે છે. માટે અમે કેવી રીતે ઠપકાપાત્ર ઠરીએ ? (ભાવ એ છે કે સાક્ષાત હેતુ વિદ્યમાન રહીને જ કાર્ય ઉત્પન્ન કરી શકે, પણ જે પરંપરયા હેતુ છે, એ વિદ્યમાન ન રહીને પણ કાર્ય ઉત્પન્ન કરે છે.) ૨૪
हेयं दुःखमुक्तम् । हेयकारणं च संयोगाख्यं सनिमित्तमुक्तम् । अतः परं हानं વરુચ- હેય દુઃખ કહ્યું. હેયકારણ સંયોગને નિમિત્ત સાથે કહ્યો. હવે પછી હાન કહેવાશે
तदभावात्संयोगाभावो हानं तदृशेः कैवल्यम् ॥२५॥