________________
પા. ૨ સૂ. ૨૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૨૫
स्वयमाचरते यस्मादाचार्यस्तेन चोच्यते ॥ (वायु० ५९।३०) इति । भोगविवेकख्यातिरूपपरिणतबुद्धिनिवृत्तिरेव मोक्षः, न तु बुद्धिस्वरूपनिवृत्तिः, सा च धर्ममेघान्तविवेकख्यातिप्रतिष्ठाया अनन्तरमेव भवति सत्यपि बुद्धिस्वरूपमात्रावस्थान इत्यर्थः । एतदेव स्फोरयति-अदर्शनस्य बन्धकारणस्याभावाद बुद्धिनिवृत्तिः । तच्चादर्शनं बन्धकारणं दर्शनानिवर्तते । दर्शननिवृत्तिस्तु परवैराग्यसाध्या, सत्यपि बुद्धिस्वरूपावस्थाने मोक्ष इति भाव । एकदेशिमतमुपन्यस्य स्वमतमाह-तत्र चित्तनिवृत्तिरेव मोक्षः । ननूक्तं दर्शने निवृत्तेऽचिराच्चित्तत्स्वरूपनिवृत्तिर्भवतीति कथं दर्शनकार्येत्यत आह-किमर्थमस्थाने मतिविभ्रम इति । अयमभिसन्धिः-यदि दर्शनस्य साक्षाच्चित्तनिवृत्तो कारणभावमङ्गीकुर्वीमहि तत एवभुपालभ्येमहि, किं तु विवेकदर्शनं प्रकर्षकाष्ठां प्राप्तं निरोधसमाधिभावनाप्रकर्षक्रमेण चित्तनिवृत्तिमत्पुरुषस्वरूपावस्थानोपयोगीत्यातिष्ठामहे, तत्कथमुपालभ्येमहीति ॥२४॥
યસ્ત પ્રત્યચેતનસ્ય...” વગેરેથી ચોથા વિકલ્પને સત્ય તરીકે સ્વીકારવા સૂત્ર રજૂ કરે છે. પ્રત્યકુ ચેતન એટલે બાહ્યથી વિપરીત આંતરિક ચેતનનો (બધા પુરુષો માટે સમાન ન હોવાથી) અસાધારણ એવો પ્રત્યેક પુરુષનો પોતપોતાની બુદ્ધિ સાથે સંયોગ વિચિત્ર (વિભિન્ન) ભોગાનુભવનો હેતુ છે. “તસ્ય હતુરવિદ્યા”એ સૂત્ર છે.
અવિદ્યા એટલે વિપર્યયજ્ઞાન. ભોગ-મોક્ષની જેમ એનો હેતુ સ્વબુદ્ધિસંયોગ છે. કારણ કે આ સંયોગવિના બુદ્ધિમાં વિપર્યયજ્ઞાનરૂપ અવિદ્યા ઉત્પન્ન થઈ શકે નહીં. તેથી આવો સંયોગ અવિદ્યાનો હેતુ જણાય છે. તો અવિદ્યા સંયોગનો હેતુ કેવી રીતે કહેવાય ? આ શંકાના જવાબમાં “વિપર્યયજ્ઞાનવાસના” (અવિદ્યા ઇત્યર્થ.)- વિપર્યયજ્ઞાનની વાસના અવિદ્યા છે. એમ કહે છે. પહેલાંના સર્ગની અવિદ્યા પોતાના ચિત્ત સાથે પ્રલયવખતે નિરુદ્ધ થયેલી હતી, છતાં એની વાસના પ્રધાનમાં વિદ્યમાન હતી. એ વાસનાથી વાસિત પ્રધાન, તે તે પુરુષના સંયોગમાં રહેતી, પહેલાં જેવી બુદ્ધિ સર્જે છે. આવું પૂર્વપૂર્વના સર્ગોમાં બનતું આવ્યું હોવાથી, આ ક્રમ અનાદિ છે. તેથી ઉક્ત દોષ પેદા થતો નથી. “વિપર્યયજ્ઞાનવાસનાવાસિતા...” વગેરેથી કહે છે કે આ કારણે પુરુષ મુક્ત થતો નથી. “સા તુ પુરુષખ્યાતિ પર્યવસાના...” વગેરેથી કહે છે કે પુરુષખ્યાતિરૂપ પોતાનું કાર્ય પૂરું કર્યા પછી, મિથ્યાજ્ઞાનની વાસનારૂપ બંધનના કારણના અભાવે બુદ્ધિ પાછી ફરતી નથી.
આ તબક્કે કોઈ નાસ્તિક નપુંસકના આખ્યાનથી કૈવલ્યની હાંસી ઉડાવે છે. “મુગ્ધયા...” વગેરેથી આખ્યાન રજૂ કરે છે. “મિર્થ”માં પ્રયોજેલો