________________
પા. ૨ સૂ. ૨૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૨૨૧
પરિણામની પરંપરાને ધારણ કરતો સ્થિતિનો સંસ્કાર ક્ષીણ થતાં, એનો મત વગેરે પરિણામોના આરંભનો હેતુરૂપ ગતિસંસ્કાર અભિવ્યક્ત કે કાર્યોનુખ બને એ અદર્શન છે ? “યત્રેદમુક્તમ્” વગેરેથી આ બંને સંસ્કારોના અસ્તિત્વવિષે એકાન્તમતનો નિષેધ કરનારા કેટલાક લોકોનો મત રજૂ કરે છે. સ્થિતિ અને ગતિ બંને આવશ્યક છે. “પ્રીયતે” એટલે ઉત્પન્ન કરવામાં આવે છે મહતું વગેરે વિકારો જેનાથી એને “પ્રધાન” કહેવામાં આવે છે. જો એ સ્થિતિરૂપ જ રહે, ક્યારેપણ ગતિશીલ ન બને, તો પરિણામો ઉત્પન્ન થાય નહીં અને કશું જ ઉત્પન્ન કરવામાં ન આવતું હોવાથી એ પ્રધાન ન રહે. તેમજ એ ગતિશીલ જ રહે અને ક્યારેપણ સ્થિતિશીલ ન થાય, તો સદા ગતિશીલ રહેવાથી નિત્યપરિણામી બનીને પ્રધાન ન રહે. ક્યાંક “સ્થિત્યે ગર્ચે” એવો પાઠ છે. ત્યાં તાદર્થ્યમાં ચોથી વિભક્તિ જાણવી. એની સાથે “એવ” કાર જોડવો જોઈએ. સ્થિતિશીલ ન બને તો વિકારો ક્યારે પણ નાશ ન પામે. અને એવું બને તો વિનાશસ્વભાવવાળા ભાવો (પદાર્થો)ની ઉત્પત્તિ જ ન થાય, એટલે એમનું વિકારીપણું નષ્ટ થાય. એ સ્થિતિમાં “ન પ્રધયતે અત્ર”અહીં કાંઈ પણ ઉત્પન્ન થતું નથી, એમ “અપ્રધાન” થાય. સ્થિતિ અને ગતિ બંનેથી એની પ્રવૃત્તિ થાય, તો જ એ પ્રધાન તરીકેનો પોતાનો વ્યવહાર ચલાવી શકે, બીજી રીતે નહીં, એટલે કે એકાન્તવાદ સ્વીકારવાથી નહીં.
આ બાબત ફક્ત પ્રધાન માટે જ સાચી નથી. બીજાં પરબ્રહ્મ, એની માયા (શક્તિ) અથવા પરમાણુઓ જેવાં કલ્પિત કારણો વિષે પણ આ ચર્ચા (વિચાર) સમાન છે. તેઓ પણ ફક્ત સ્થિતિશીલ હોય, તો પરિણામો ઉત્પન્ન ન કરવાથી કારણ ન બને. તેમજ ફક્ત ગતિશીલ રહે, તો પણ પરિણામો નિત્ય બનવાથી કારણ ન બને.
“દર્શનશક્તિદેવ” વગેરેથી પર્યદાસની રીતે છઠ્ઠો વિકલ્પ કહે છે. દર્શન શક્તિ જ અદર્શન છે. દાખલા તરીકે, પ્રજાપતિ વ્રતમાં “ઊગતા સૂર્યને ન જુએ” એ વાક્યથી જોવાની ક્રિયાની નજીક રહેલો સંકલ્પ ગ્રહણ કરવામાં આવે છે, એમ અહીં પણ દર્શનના નિષેધથી, એની નજીક રહેલી, એની મૂળરૂપ શક્તિ ગ્રહણ કરવામાં આવે છે. એ શક્તિ ભોગરૂપ દર્શનનું નિવેદન કરવા માટે દ્રષ્ટાને દશ્ય સાથે જોડે છે. આ વિષે “પ્રધાનસ્યાત્મખ્યાપનાર્થાપ્રવૃત્તિઃ” એ શ્રુતિવાક્ય રજૂ કરે છે.
ભલે. પ્રધાન પોતાના ખ્યાપન માટે પ્રવૃત્તિ કરે છે, એમ કૃતિ કહે છે, આત્મદર્શનશક્તિ પ્રવૃત્ત થાય છે, એમ નથી કહેતી. આ શંકાના સમાધાન માટે “સર્વબોધ્યબોધસમર્થ” વગેરેથી કહે છે કે પ્રધાન ફક્ત પોતાના ખ્યાપન માટે