________________
૨૨૦]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ.૨૩
“અદર્શનમ્...” વગેરેથી કહે છે કે અવિવેકરૂપ અદર્શન કે અજ્ઞાન (દ્રાદશ્યના) સંયોગનું નિમિત્ત છે. કહેલા અર્થને “નાત્ર દર્શન મોક્ષ કારણ” વગેરેથી વધારે સ્પષ્ટ કરતાં કહે છે કે અહીં (સાંખ્યયોગશાસ્ત્રમાં) દર્શનને સાક્ષાત્ મોક્ષનું કારણ કહ્યું નથી. પરંતુ વિવેક જ્ઞાનથી અજ્ઞાનરૂપ અવિવેકનો નાશ થતાં બંધનનો નાશ થાય છે, એને જ મોક્ષ કહ્યો છે.
| દર્શન અદર્શનનું વિરોધી હોવાથી ભલે એને નિવૃત્ત કરે, પણ એ બંધનની નિવૃત્તિ શી રીતે કરી શકે ? એના જવાબમાં “દર્શનસ્ય ભાવે બંધકારણસ્યાદર્શનસ્ય નાશ” વગેરેથી કહે છે કે બુદ્ધિ વગેરેથી ભિન્ન આત્માનું સ્વરૂપાવસ્થાન મોક્ષ છે. એનું સાધન દર્શન નહીં પણ અદર્શનની નિવૃત્તિ છે.
“કિં ચદમ્ અદર્શનમ્ નામ ? વગેરેથી સંયોગના અસાધારણ કારણરૂપ અદર્શનની વિશેષતા જાણવા માટે એ શું છે, એ વિષે જુદા જુદા વિકલ્પો વિચારે છે. પર્યદાસ (લાગુ ન પડે એને બાદ કરવાની રીત) દ્વારા “કિં ગુણાનાધિકાર?” થી કહે છે કે શું અદર્શન (અવિદ્યા) ગુણોનો અધિકાર કે કાર્યનો આરંભ કરવાનું સામર્થ્ય છે ? કારણ કે એનાથી (દ્રષ્ટા-દશ્યનો) સંયોગ સંસારનો હેતુ બને છે.
પ્રસજયપ્રતિષેધ (પ્રસક્તનો નિષેધ કરવાની રીત)નો આશ્રય કરી “આહોસ્વિત” વગેરેથી બીજો વિકલ્પ વિચારે છે. જે ચિત્ત શબ્દ વગેરે વિષયો અને સત્ત્વ તેમજ પુરુષની ભિન્નતાના જ્ઞાનને દર્શાવે છે, એ પોતાના વિષયને ઉત્પન્ન ન કરે એ અદર્શન છે? “સ્વમિન્ દયે” વગેરેથી આ વાતને વધુ સ્પષ્ટ કરતાં કહે છે કે સ્વ એવા દશ્ય - શબ્દાદિ વિષય અને સત્ત્વ-પુરુષના ભેદની વિદ્યમાનતામાં દર્શનનો અભાવ અદર્શન છે ? કારણ કે પ્રધાન ત્યાં સુધી જ કાર્યશીલ રહે છે,
જ્યાં સુધી આ બે પ્રકારના દર્શનને સિદ્ધ કરતું નથી. એ બે દર્શનો સિદ્ધ કર્યા પછી એ નિવૃત્ત થાય છે.
પર્યદાસની રીતે ત્રીજો વિકલ્પ કહે છે, શું ગુણોની અર્થવત્તા અદર્શન છે? સાંખ્યયોગશાસ્ત્ર સત્કાર્યવાદ સ્વીકારે છે. તેથી ભાવી એવા ભોગ અને મોક્ષ પણ અવ્યપદેશ્યરૂપે અસ્તિત્વ ધરાવે છે, એવો અર્થ છે.
પર્યદાસ વડે ચોથો વિકલ્પ કહે છે, “અથાવિદ્યા..” વગેરેથી. પ્રલય વખતે પોતાના ચિત્તસાથે નિરુદ્ધ થયેલી કે પ્રધાન સાથે સામ્ય પ્રાપ્ત થયેલી વાસના પોતાના ચિત્તની ઉત્પત્તિનું બીજ છે. દર્શનથી ભિન્ન અવિદ્યાની વાસના જ અદર્શન છે, એમ કેટલાક કહે છે.
પર્યદાસરીતે પાંચમો વિકલ્પ કહે છે. પ્રધાનમાં રહેલ અને સામ્યરૂપ