________________
૫. ૨ સૂ. ૨૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૨૧૯
चादर्शनं दर्शनशक्तिर्धर्म इत्येके । स्यादेतत्- मृष्यामहे दृश्यस्येति, तस्य सर्वशक्त्याप्रयत्वात्, न द्रष्टुरिति पुनर्मुष्यामः । न हि तदाधारा ज्ञानशक्तिः, तत्र ज्ञानस्यासमवायात् । अन्यथा परिणामापत्तिरित्यत आह-तत्रेदमिति । भवतु दृश्यात्मकं, तथापि तस्य जडत्वेन नद्गतशक्तिकार्य दर्शनमपि जडमिति न शक्यं तद्धर्मत्वेन विज्ञातुम्, जडस्य स्वयमप्रकाशत्वात् । अतो दृशेरात्मनः प्रत्ययं चैतन्यच्छायापत्तिमपेक्ष्य दर्शनं तद्धर्मत्वेन भवति विज्ञायते, विषयेण विषयिण उपलक्षणात् । नन्वेतावतापि दृश्यधर्मत्वमस्य ज्ञानस्य भवति, न तु पुरुषधर्मत्वमपीत्यत आह- तथा पुरुषस्येति । सत्यं पुरुषस्यानात्मभूतमेव तथापि दृश्यबुद्धिसत्त्वस्य य: प्रत्ययश्चैतन्यच्छायापत्तिस्तमपेक्ष्यपुरुषधर्मत्वेनेव, न तु पुरुषधर्मत्वेन । एतदुक्तं भवति- चैतन्यबिम्बोद्ग्राहितया बुद्धिचैतन्ययोरभेदाद बुद्धिधर्माश्चैतन्यधर्मा इव चकासतीति ।
अष्टमं विकल्पमाह-दर्शनज्ञानमेव शब्दादीनामदर्शनं न तु सत्त्वपुरुषान्यताया इति केचित् । यथा चक्षू रूपे प्रमाणमपि रसादावप्रमाणमुच्यते । एतदुक्तं भवतिसुखाद्याकारशब्दादिज्ञानानि स्वसिद्ध्यनुगुणतया द्रष्टदृश्यसंयोगमाक्षिपन्तीति । तदेवं विकल्प्य चतुर्थं विकल्पं स्वीकर्तुमितरेषां विकल्पानां सांख्यशास्त्रगतानां सर्वपुरुषसाधारण्येन भोगवैचित्र्याभावप्रसङ्गेन दूषयति- इत्येते शास्त्रगता इति ॥२३॥
આમ પુરુષાર્થને સંયોગનું કારણ કહી, પ્રાસંગિક પ્રધાનની નિત્યતા અને બધા પુરુષો સાથે સામાન્ય સંયોગની નિત્યતાનો હેતુ કહી, સંયોગના સ્વરૂપને કે એની અસાધારણ વિશેષતા કહેવા માટે “સ્વસ્વામિશજ્યો:”... વગેરે સૂત્ર પ્રવૃત્ત થાય છે. દશ્ય પુરુષ માટે છે, તેથી એણે કરેલા ઉપકારનો ભોગ કરનાર પુરુષ એનો સ્વામી કહેવાય છે, અને દશ્ય એનું સ્વ (પોતાનું) કહેવાય છે. આ એમનો સંયોગ શક્તિ માત્ર રૂપે રહે છે અને એમના સ્વરૂપની ઉપલબ્ધિનો હેતુ બને છે. “પુરુષ: સ્વામી...” વગેરેથી ભાગ્યકાર આ વાત સ્પષ્ટ રીતે સમજાવે છે. પુરુષ-સ્વામી-યોગ્યતામાત્રથી સ્વ (પોતાના) દશ્ય સાથે યોગ્યતાને કારણે જ દર્શન માટે જોડાય છે. બાકીનું સુગમ છે.
ભલે. દ્રષ્ટાના સ્વરૂપની ઉપલબ્ધિને અપવર્ગ કહી કારણ કે એનાથી દશ્યનું વર્જન (ત્યાગ) થાય છે. મોક્ષનું કોઈ સાધન નથી. એવું હોય તો એનું મોક્ષપણું ન રહે, તેથી “દર્શનકાર્યાવસાનઃ સંયોગ:” એમ કહ્યું. દર્શનરૂપ કાર્ય સિદ્ધ થાય, ત્યાં સુધી જ બુદ્ધિ વિશેષ સાથે પુરુષ વિશેષનો સંયોગ રહે છે. તેથી દર્શનને વિયોગનું કારણ કહ્યું. દર્શન રૂપ કાર્ય સિદ્ધ થાય ત્યાં સુધી જ સંયોગ રહે છે, એમ શાથી ? એના જવાબમાં “દર્શનમ્” વગેરેથી કહ્યું કે દર્શન (જ્ઞાન) અદર્શનનું (અવિવેકરૂપ અજ્ઞાનનું) વિરોધી છે. એથી શું ? એના જવાબમાં