________________
૨૨ ૨ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૨૩
પ્રવૃત્ત થતું નથી. પણ પ્રધાનની પ્રવૃત્તિ પહેલાં બધા બોધ્ય પદાર્થોના બોધ માં સમર્થ પુરુષ પણ જોતો નથી અને એના પરિણામે બધાં કાર્ય કરવા માટે સમર પ્રધાનરૂપ દશ્ય પણ દેખાતું નથી. પ્રધાનમાં પ્રવૃત્તિનું સામર્થ્ય ન હોત, તો આવે પરિસ્થિતિ થાત. એટલે દ્રષ્ટા અને દશ્ય બંનેની શક્તિઓ અજ્ઞાત રહેત. તેથ એનું પ્રિધાનનું) સામર્થ્ય પ્રવૃત્તિનું પ્રયોજક છે, એમ શ્રુતિ સૂચવે છે, એવો આ છે. આ છઠ્ઠો વિકલ્પ દર્શનશક્તિ પ્રધાનના આશ્રયે રહે છે, એમ સ્વીકારી નિશ્ચિત થયો છે.
“ઉભયસ્થાપ્યદર્શન ધર્મઃ” વગેરેથી અદર્શન બંનેના આશ્રયે રહે છે, આ પક્ષ સ્વીકારીને સાતમો વિકલ્પ કહે છે. બંને એટલે પુરુષ (દ્રષ્ટા)ની અને દશ્ય (પ્રધાન)ની દર્શનશક્તિ અદર્શન (અજ્ઞાન) રૂપ ધર્મ છે, એમ કેટલાક લોકો કહે છે.
ભલે. દશ્ય બધી શક્તિઓનો આશ્રય હોવાથી, અમે એના વિષે આ વાત સ્વીકારીએ છીએ. દ્રષ્ટા વિષે સ્વીકારતા નથી. કારણ કે એના આશ્રયે એની સાથે સમવાય સંબંધથી જ્ઞાનશક્તિ રહેતી નથી. જો રહે તો દ્રષ્ટા પરિણામી બને. આ વાત “તત્રેદમ વગેરેથી કહે છે. જ્ઞાન ભલે દશ્યાત્મક-દશ્યના આશ્રય રહેનાર-હોય, છતાં દશ્ય જડ હોવાથી, એની શક્તિનું કાર્ય દર્શન પણ જડ છે. તેથી એને (જ્ઞાનને) એના (દશ્યના) ધર્મ તરીકે જાણી શકાય નહીં. જડ સ્વયંપ્રકાશ ન હોઈ શકે. દ્રષ્ટા-આત્મા-ના ચૈતન્યની છાયા એમાં પડે છે, તેથી દર્શન એનો ધર્મ બને છે, અને એ રીતે જણાય પણ છે કારણ કે હંમેશા વિષયથી વિષયી લક્ષિત થતો હોય છે. પરંતુ આનાથી જ્ઞાન દશ્યનો ધર્મ છે એમ સિદ્ધ થયું, પુરુષનો પણ એ ધર્મ છે એમ નહીં. આ શંકાના સમાધાન માટે “તથા પુરુષસ્થાનાત્મભૂતમપિ” વગેરેથી કહે છે કે વાત સાચી છે. જ્ઞાન પુરુષનો ધર્મ નથી. છતાં દશ્ય-બુદ્ધિસત્ત્વ-માં ચૈતન્યની છાયા પડે છે, એ કારણે એ પુરુષનો ધર્મ કહેવાય છે, સાક્ષાત પુરુષનો ધર્મ નહીં. આશય એ છે કે ચૈતન્યના બિંબને પોતાની અંદર ધારણ કરતી હોવાથી બુદ્ધિ અને ચૈતન્ય અભિન્ન જણાય છે, અને તેથી બુદ્ધિના ધર્મો ચૈતન્યના ધર્મો હોય એવું જણાય છે.
“દર્શનજ્ઞાનમેવ...” વગેરેથી આઠમો વિકલ્પ કહે છે. શબ્દ વગેરે (વિષયો)નું જ્ઞાન જ અદર્શન છે, સત્ત્વ અને પુરુષની ભિન્નતાનું અદર્શન નહીં, એમ કેટલાક કહે છે. દાખલા તરીકે, આંખ રૂપમાં પ્રમાણ છે, રસ વગેરેમાં અપ્રમાણ છે. આશય એ છે કે સુખ વગેરેના આકારવાળું શબ્દાદિનું જ્ઞાન, પોતાની સિદ્ધિના ગુણથી દ્રષ્ટા અને દૃશ્યના સંયોગને સૂચવે છે.