________________
૨૧૪]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૨૩
संयोगोऽतीतामापन्नस्तथापि महदन्तरस्य पुरुषाणां संयोगो नातीत इति नित्य उक्तः IIરરા.
સદંતર દેખાતું બંધ થયેલું દશ્ય નષ્ટ કેમ થતું નથી ? એવા આશયથી “કસ્માત ?” - કેમ ? – એવો પ્રશ્ન પૂછે છે. “કૃતાર્થ પ્રતિ...” વગેરે સૂત્રથી એનો જવાબ આપે છે. જે પુરુષનો અર્થ પૂરો થયો હોય એ કૃતાર્થ કહેવાય. એને માટે નષ્ટ થયું હોવા છતાં દશ્ય નષ્ટ થતું નથી. કેમ ? બધા કુશળ અને અકુશળ પુરુષો પ્રત્યે સર્વસાધારણ રીતે દેખાતું હોવાના કારણે. (મુક્ત પુરુષો પણ પ્રારબ્ધ ક્ષય થતાં સુધી દશ્ય જુએ છે, પણ પોતાના આત્માથી ભિન્ન તરીકે ન જોતા હોવાથી, એનું દેખાવું ન દેખાવું બંને સમાન છે.) “કૃતાર્થમેકમ્...” વગેરેથી ભાષ્યકાર સૂત્રની વ્યાખ્યા કરે છે. નાશ એટલે અદર્શન. દશ્ય અદર્શનપણાને પ્રાપ્ત થતું નથી, કારણ કે અન્ય પુરુષો પ્રત્યે એ સાધારણ (દશ્યો છે. આ દશ્યથી પર આત્માનું સ્વરૂપ ચૈતન્ય છે. એ ચૈતન્યથી (દશ્યને પોતાના સ્વરૂપનો લાભ થાય છે). એ દશ્ય શ્રુતિ, સ્મૃતિ, પુરાણ અને ઇતિહાસમાં અવ્યક્ત, નિરવયવ, એક, આશ્રયરહિત, વ્યાપક, નિત્ય અને વિશ્વરૂપ કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિથી યુક્ત તરીકે પ્રસિદ્ધ છે. જો કે કુશળને એ કૃતકાર્ય થયેલું હોવાથી દેખાતું નથી, છતાં અકુશળને દેખાતું હોવાથી નથી એમ નથી. અંધ માણસ રૂપ જોતો નથી, છતાં આંખોવાળા મનુષ્યો જુએ છે, તેથી એનો અભાવ થતો નથી.
વળી પ્રધાનની જેમ પુરુષ એક જ નથી. જન્મ, મરણ, સુખ-દુઃખ કે ભોગ અને મોક્ષરૂપ સંસાર વ્યવસ્થિત રીતે ચાલ્યા કરે છે, એથી પુરુષોનું બહુત્વ સિદ્ધ થાય છે. પુરુષ એક છે એમ કહેતી શ્રુતિઓ, અન્ય પ્રમાણોથી વિરુદ્ધ હોવાથી, દેશકાળવિભાગના અભાવને કારણે કે ભક્તિની અતિશયતાના કારણે વગેરે કોઈ યુક્તિથી સમજાવવી જોઈએ. પ્રકૃતિ એક અને પુરુષો અનેક છે, એ હકીકત સાક્ષાત્ શ્રુતિ જ પ્રતિપાદિત કરે છે : - “લાલ, સફેદ અને કાળી એક અજા (અજન્મા પ્રકૃતિ) પોતાના જેવા રૂપોવાળી ઘણી પ્રજા ઉત્પન્ન કરે છે. એક અજ (અજન્મા પુરૂષ) એનું સેવન કરતાં એને અનુસરે છે. અને બીજો અજ ભોગવીને એને ત્યજે છે. (જે. ઉ. ૪.૫) પ્રસ્તુત સૂત્ર આ શ્રુતિનો અર્થ પોતાની રીતે રજૂ કરે છે. દશ્ય નષ્ટ થવા છતાં, અન્ય પુરુષો પ્રતિ અનષ્ટ છે, તેથી દફ અને દર્શનશક્તિઓ નિત્ય છે અને એમનો સંબંધ અનાદિ છે, એમ સમજવું જોઈએ. “તથા ચોક્તમ્” વગેરેથી આ વિષે આગમના અનુયાયીઓની સહમતિ દર્શાવે છે. આત્માઓ સાથે ધર્મી ગુણોનો સંયોગ અનાદિ છે, તેથી મહત્તત્ત્વ વગેરે ધર્મોનો સંયોગ પણ અનાદિ છે એમ માનવું જોઈએ, કેમકે એ ધર્મો અન્ય