________________
૨૧૨]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૨૨
- માટે જ હોવાથી એનું સ્વરૂપ એને માટે છે, પોતાને માટે નહીં, એમ કહે છે. (સૂત્રમાં “આત્મા” શબ્દ પ્રયોજયો છે, તેથી પ્રશ્ન થાય છે કે, આત્મા, આત્મા માટે કેવી રીતે હોઈ શકે ? જવાબમાં “સ્વરૂપે ભવતિ”એમ કહે છે, એનો આશય એ છે કે સુખદુ:ખરૂપ દશ્ય ભોગ્ય છે. અને સુખદુઃખ અનુકૂળ કે પ્રતિકૂળ સંવેદના ઉત્પન્ન કરનાર હોવાથી, તાત્વિક રીતે એ પુરુષ માટે અસ્તિત્વ ધરાવે છે. શબ્દ વગેરે વિષયો તાદાભ્યથી અનુકૂળતા કે પ્રતિકૂળતા ઉત્પન્ન કરે છે. તેઓ પોતાની અંદર વૃત્તિના વિરોધને કારણે પોતાને માટે અનુકૂળતા કે પ્રતિકૂળતા ઉત્પન્ન કરતા નથી. તેથી પરિશેષ (એક જ રસ્તો બાકી રહેવા)થી તેઓ ચિતિશક્તિને અનુકૂળ કે પ્રતિકૂળ સંવેદના પહોંચાડે છે, એમ કહેવું જોઈએ. તેથી ચિતશક્તિ માટે દશ્ય છે, પોતાના માટે નહીં. આ કારણે દશ્યનો આત્મા પુરુષ માટે છે, દશ્ય માટે નહીં. પુરુષના પ્રયોજનનું અનુસરણ કરે એ જ એનું સ્વરૂપ છે, માટે પુરુષાર્થ પૂરો થતાં પોતે નિવૃત્ત થાય છે. દશ્ય પોતે જડ છે. પોતાનાથી અન્ય પુરુષના ચૈતન્યથી લબ્ધાત્મક કે સ્વરૂપને પ્રાપ્ત થાય છે. તેથી પુરુષના ભોગ-મોક્ષરૂપ પ્રયોજન પૂરું કર્યા પછી એ પુરુષ વડે જોવાતું નથી. ભોગ એટલે સુખ વગેરે લક્ષણવાળા શબ્દ વગેરે વિષયોનો અનુભવ અને મોક્ષ એટલે સત્ત્વ અને પુરુષની ભિન્નતાનો અનુભવ. આ બંને (ભોગ-મોક્ષ)ને જડ હોવાથી ન જાણતી બુદ્ધિ, પુરુષની છાયાને કારણે જાણે છે. તેથી એ પુરુષની માલિકીની છે. અને એના મોક્ષરૂપ પ્રયોજનને પૂરું કર્યા પછી, દશ્યની ભોગ-મોક્ષ માટેની ક્ષમતા સમાપ્ત થાય છે. આ કારણે ભોગમોક્ષરૂપ પ્રયોજન સિદ્ધ થયા પછી પુરુષ એને જોતો નથી, એમ કહ્યું. તો પછી દશ્યની સ્વરૂપહાનિ થશે, એવી શંકાનો “ન તુ વિનશ્યતિ” – નષ્ટ થતું નથી- એમ કહીને પરિહાર કરે છે. ૨૧
માત્ ? કેમ (નષ્ટ થતું નથી) ? कृतार्थं प्रति नष्टमप्यनष्टं तदन्यसाधारणत्वात् ॥२२॥
કૃતાર્થ (મુક્ત) પુરુષ માટે નષ્ટ થયું હોવા છતાં, એનાથી અન્ય (બદ્ધ) પુરુષોને સમાનપણે દેખાતું હોવાથી. ૨૨
__भाष्य
कृतार्थमेकं पुरुषं प्रति दृश्यं नष्टमपि नाशं प्राप्तमप्यनष्टं तदन्यपुरुषसाधारणत्वात् । कुशलं पुरुषं प्रति नाशं प्राप्तमप्यकुशलान्पुरुषान्प्रति न कृतार्थमिति तेषां दृशेः कर्मविषयतामापन्नं लभत एव पररूपेणात्मरूपमिति । अतश्च दृग्दर्शनशक्त्योर्नित्यत्वादनादिः संयोगो व्याख्यात इति । तथा