________________
પા. ૨ સૂ. ૨૦] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૦૭
દશિમાત્ર એટલે ફક્ત દશક્તિરૂપ જે કોઈ પણ વિશેષણોથી સંબંધિત નથી. આ પુરુષ બુદ્ધિનો પ્રતિસંવેદી છે. એ બુદ્ધિ જેવા રૂપવાળો નથી અને એનાથી અત્યંત જુદા રૂપવાળો પણ નથી. કેમ સમાનરૂપવાળો નથી? વિષયને જાણતી અને ન જાણતી એવી બુદ્ધિ પરિણામી છે. ગાય, ઘડો વગેરે એના વિષયોને એ જાણે છે, તેમજ નથી પણ જાણતી. એ એનું પરિણામીપણું દર્શાવે છે. જ્યારે પુરુષ હંમેશાં પોતાના વિષયને જાણે છે, એ એનું અપરિણામીપણું સ્પષ્ટ કરે છે. કેવી રીતે ? પુરુષનો વિષય બુદ્ધિ છે, એ પુરુષ વડે અગ્રહીત હોય એવો સંભવ નથી. તેથી પુરુષનું સદા જ્ઞાતવિષયપણું સિદ્ધ થાય છે, અને એ કારણે એનું અપરિણામીપણું પણ સિદ્ધ થાય છે. વળી બુદ્ધિ બીજાઓ સાથે મળીને કાર્ય કરતી હોવાથી બીજા માટે છે, જયારે પુરુષ ફક્ત પોતાના માટે છે. તેમજ બધા પદાર્થોનો નિશ્ચય કરનારી હોવાથી બુદ્ધિ ત્રણ ગુણોવાળી છે, અને તેથી અચેતન છે. પુરુષ તો ગુણોનો સાક્ષી છે. માટે બુદ્ધિ જેવા રૂપવાળો નથી.
તો પછી ભિન્ન રૂપવાળો હોવો જોઈએ. અત્યંત જુદા રૂપવાળો પણ નથી. કેમ ? એ શુદ્ધ હોવા છતાં પ્રત્યયને જોનાર છે. કારણ કે બુદ્ધિના પ્રત્યયને પોતાની અંદર જુએ છે. એને જોવાથી એના (બુદ્ધિના) જેવા રૂપવાળો ન હોવા છતાં એની સાથે એકરૂપ હોય એવો જણાય છે. આ વિષે કહ્યું છે : ભોક્નશક્તિ અપરિણામી છે, વિષયોમાં સંચરણ કરતી નથી, છતાં પરિણામી પદાર્થમાં (બુદ્ધિમાં) પ્રતિબિંબિત થઈ હોય એવી બનીને એની (બુદ્ધિની) વૃત્તિનું અનુસરણ કરે છે.” આ કારણે બુદ્ધિ ચેતન બની હોય એવું જણાય છે. આવી બુદ્ધિનું અનુકરણ કરવા માત્રથી બુદ્ધિ વૃત્તિથી જુદી ન હોય એવી (પુરુષની) જ્ઞાનવૃત્તિ કહેવામાં આવે છે. ૨૦
तत्त्व वैशारदी व्याख्यातं दृश्यम् । द्रष्टुः स्वरूपावधारणार्थमिदमारभ्यते - द्रष्टा दृशिमात्र: शुद्धोऽपि प्रत्ययानुपश्यः । व्याचष्टे- दृशिमात्र इति । विशेषणानि धर्मास्तैरपरामृष्टा । तदनेन मात्रग्रहणस्य तात्पर्य दर्शितम् । स्यादेतत्-यदि सर्वविशेषणरहिता दृक्शक्तिर्न तर्हि शब्दादयो दृश्येरन् । न हि दृशिनाऽसंस्पृष्टं दृश्यं भवतीत्यत आह- स पुरुष इति । बुद्धिदर्पणे पुरुषप्रतिबिम्बसंक्रान्तिरेव बुद्धिप्रतिसंवेदित्वं पुंसः । तथा च दृशिच्छायापत्रया