________________
[૨૨] અસ્તિત્વ ધરાવતા બધા પદાર્થોનું ક્રમ વિના સ્પષ્ટ દર્શન કરે છે. આ વિષે વ્યાસની ગાથા પ્રસિદ્ધ છે -
प्रज्ञाप्रासादमारुह्य अशोच्यः शोचतो जनान् । भूमिष्ठानिव शैलस्थः सर्वान्प्राज्ञोऽनुपश्यति ॥
શોકરહિત પ્રાજ્ઞ પુરુષ પર્વતના શિખર પર રહેલો મનુષ્ય ભૂમિપર રહલાઓને જુએ, એમ પ્રજ્ઞાપ્રાસાદપર રહીને શોક કરતા બધાને જુએ છે.”
ઋતંભરા પ્રજ્ઞાજન્ય જ્ઞાન સમસ્ત પદાર્થના વિશેષોને પ્રગટ કરતું હોવાથી આગમ(શ્રુતિ) અને અનુમાનજ્ઞાનથી શ્રેષ્ઠ છે. એના સંસ્કારથી વ્યુત્થાનના બધા સંસ્કારોનો નાશ થાય છે. પ્રજ્ઞાજન્ય સંસ્કારોનો પણ પર વૈરાગ્યથી નિરોધ થતાં અનાદિકાળથી સંચિત થયેલા પ્રાચીન અને નવીન બધા સંસ્કારોનો નિરોધ થતાં નિર્બીજ સમાધિ થાય છે. બીજવિના અંકુર ફૂટે નહીં, એમ નિર્બીજ સમાધિનિષ્ઠ કૃતકૃત્ય યોગી માટે જન્મમરણચક્રરૂપ સંસારવૃક્ષનો અંકુર ફૂટતો નથી. વિશ્વપ્રકૃતિનો બધો વ્યાપાર આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે હોવાથી “ભૂપશ્ચાત્તે વિશ્વમાયાનિવૃત્તિઃ (શ્વેતા. ઉપ. ૧.૧૦) એ શ્રુતિવાક્ય પ્રમાણે ચરિતાધિકાર ત્રિગુણાત્મિકા પ્રકૃતિ નિવૃત્ત થતાં આત્યંતિક પ્રલય કે મોક્ષ થાય છે. આને કાળનો છેડો કે પરાન્ત કાળ કહે છે. આવો મુક્ત પુરુષ જગતરૂપ દશ્યને જોતો નથી અથવા આત્મ-રૂપ કે બ્રહ્મરૂપ જુએ છે, એમ આગળ (૨.૨૨) કહેવામાં આવશે.
આમ યોગદર્શનનો મુખ્ય સિદ્ધાન્ત વિસ્તારપૂર્વક પહેલા સમાધિપાદમાં કહેવાઈ ગયો હોવા છતાં પૂર્વાભ્યાસના પરિણામે સમાહિત ચિત્તવાળા પરિપક્વ સાધકો જ અભ્યાસ અને વૈરાગ્યનો આશ્રય કરી યોગયુક્ત થઈ શકે છે, વ્યસ્થિત ચિત્તવાળા સાધારણ સાધકો થઈ શકતા નથી. એવા લોકો પણ યોગયુક્ત થાય એ હેતુથી એમને માટે ઉપયુક્ત સાધનનો ઉપદેશ કરવા બીજો સાધનપાદ આરંભાય છે.
તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન ક્રિયાયોગ-કર્મયોગ-છે. અનાદિકાળથી સંચિત થતી જતી કર્મવાસનાઓ અને ક્લેશવાસનાઓને લીધે વધી ગયેલી ચિત્તની અશુદ્ધિ તપવિના દૂર થાય નહીં, માટે આહાર, નિદ્રા અને વાણીના નિયમનરૂપ તપનો આશ્રય સૌ પહેલાં લેવો જોઈએ. સાથે સાથે પ્રણવ કે ગાયત્રી મંત્રનો જપ અને પુરુષસૂક્ત જેવાં બ્રહ્મવિદ્યા નિરૂપતાં સૂક્તોનો સ્વાધ્યાય કરવો જોઈએ અને બધાં કર્મો પરમગુરુ ઈશ્વરને અર્પણ કરી નિશ્ચિત્ત જીવન જીવવું જોઈએ
આવા કર્મયોગથી ક્લેશો ક્ષીણ થાય છે અને ધ્યાનનું વલણ ચિત્તમાં પ્રગટ થતાં સમાધિભાવના પ્રગટ થાય છે. લેશો ઓછા થાય ત્યારે એમને ધ્યાનાભ્યાસથી