________________
[૨૩]
બળેલા બીજ જેવા બનાવવામાં આવે છે. એનાથી ચિત્તસત્ત્વ અને પુરુષની ભિન્નતાના જ્ઞાનરૂપ વિવેકખ્યાતિ પ્રગટે છે. એના સતત અભ્યાસથી સૂક્ષ્મ બનેલી પ્રજ્ઞા ચરિતાધિકાર બની પોતાના કારણમાં લીન થઈ જાય છે.
- અવિદ્યા, અમિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ (મૃત્યુ ભય) એ પાંચ ક્લેશો છે. મૂળ અવિદ્યા હોવાથી એની ઉપસ્થિતિમાં ક્લેશો રહે છે, અને એના નાશથી નષ્ટ થાય છે, માટે એ બધા અવિદ્યાનાં જ પર્વો છે. આ કારણે સામૂહિક રીતે એમને પંચપર્વાઅવિદ્યા કહેવામાં આવે છે. વિદ્યા કે જ્ઞાનનો અભાવ અવિદ્યા નથી, પણ “તે ન હોય એમાં તે બુદ્ધિ” અવિદ્યા છે. આવા વિપર્યય (અવળા) જ્ઞાન કે મિથ્યાજ્ઞાનની ચર્ચા અગાઉ (૧.૮). કરવામાં આવી છે. આ ક્લેશોનાં તમ, મોહ, મહામોહ, તામિસ્ત્ર અને અંધતામિસ્ત્ર એવાં બીજાં સાર્થક નામ છે. એમના વિવિધ ભેદો છે :
भेदस्तमसोऽष्टविधो मोहस्य च दशविधो महामोहः । તમિત્રોષ્ટકથા તથા વિત્યસ્થતામઃ | સાંખ્યકારિકા, ૪૮
તમના અને મોહના આઠ પ્રકાર છે, મહામોહ દસ પ્રકારનો છે, તામિગ્ન અઢાર પ્રકારનો અને અંધતામિગ્ન પણ અઢાર પ્રકારનો છે.” આમ ક્લેશોના બાસઠ ભેદો છે.
આ ક્લેશો સક્રિય બની ગુણોના અધિકારને દઢ બનાવે છે, કાર્યકારણના પ્રવાહને વહેતો કરે છે, અને પરસ્પર સહયોગથી કર્મફળની પ્રગટ થવાની વ્યવસ્થા કરે છે.
અવિદ્યાથી ઉત્પન્ન થતા આ ફ્લેશ
प्रसुप्तास्तत्वलीनानां तन्ववस्थाश्च योगिनाम् ।
विच्छिन्नोदाररूपाश्च क्लेशा विषयसङ्गिनाम् ॥
“તત્ત્વોમાં લીન થયેલાઓમાં પ્રસુપ્ત, યોગીઓમાં ક્ષીણ થયેલા, અને વિષયાસક્ત મનુષ્યોમાં વિચ્છિન્ન અને ઉદારરૂપવાળા હોય છે.”
અનિત્યમાં નિત્યબુદ્ધિ, અપવિત્રમાં પવિત્રબુદ્ધિ, દુઃખમાં સુખબુદ્ધિ અને અનાત્મામાં આત્મબુદ્ધિ અવિદ્યા કે અજ્ઞાન છે. પુરુષ દફશક્તિ છે, બુદ્ધિ દર્શનશક્તિ છે, એ બે એકરૂપ જણાય એ અસ્મિતા છે. સુખ અને એના સાધનો પ્રત્યે આસક્તિ રાગ છે. દુઃખ અને એનાં કારણો પ્રત્યે અણગમો દ્વેષ છે. અને સ્વાભાવિક વાસનારૂપે બધાં પ્રાણીઓમાં જણાતો જીવનપ્રત્યેનો પ્રેમ અભિનિવેશ છે.
પુરુષ કે આત્મા ચેતન છે અને બુદ્ધિ અચેતન છે. શ્રીશંકરાચાર્ય મુજબ એ