________________
[૨૧] વિતરાગ જીવન્મુક્ત મહાત્માઓના ચિત્તને અવલંબતું ચિત્ત પણ સ્થિર થાય છે. સ્વપ્ન અને નિદ્રા દરમ્યાન રહેતા જ્ઞાનનું અવલંબન કરવાથી ચિત્ત સ્થિર થઈ શકે છે. જે ચૈતન્ય આંતરપ્રવાહરૂપે સ્વપ્ન અને નિદ્રાના અનુભવોનો આશ્રય છે, છતાં એમનાથી સિનેમાના પરદાની જેમ અપ્રભાવિત રહે છે, એનું જાગ્રત અવસ્થામાં અવલંબન લેવાથી ચિત્ત સ્થિર થાય છે. મિશ્ર કહે છે કે સાત્ત્વિક નિદ્રાને બ્રહ્મવેત્તાઓ બ્રહ્મનું રૂપ કહે છે.
અથવા પોતાને પસંદ હોય એ દેવના ધ્યાનથી કે પસંદ હોય એ પદાર્થના ધ્યાનથી પણ ચિત્ત સ્થિર થાય છે.
આ ઉપાયોથી નિશ્ચલ-સ્થિર-બનેલું ચિત્ત સૂક્ષ્મ વસ્તુઓમાં પરમાણુથી માંડીને સૌથી મોટી વસ્તુને પોતાનો વિષય બનાવી શકે છે. આવી કુશળતાવાળું યોગીનું ચિત્ત ક્યાંય અટકતું નથી અને હવે એને વધુ સંસ્કારની જરૂર રહેતી નથી.
આમ ક્ષીણવૃતિ કે નિર્વિચાર બનેલું ચિત્ત ઉત્તમ પ્રકારના સ્ફટિક મણિની જેમ ગ્રહીતા, ગ્રહણ અને ગ્રાહ્યમાં રહીને, એમના આકારવાળું બને- અર્થાત- એમને નિઃસંદેહ સ્પષ્ટપણે એ ખરેખર જેવા છે, એવા જાણે એને સમાપત્તિ કહેવાય છે. અવ્યક્ત પ્રકૃતિથી માંડી પૃથ્વીના અણુસુધીના બધા પદાર્થો ગ્રાહ્ય છે, ઇન્દ્રિયો ગ્રહણ છે, અને ગ્રહીતા પુરુષ છે. કુશળ યોગીનું સ્વચ્છ ચિત્ત એ સર્વના આકારવાળું બની, યથાર્થ રૂપે એમને જાણે છે. જે શબ્દ, અર્થ અને જ્ઞાનના વિકલ્પોથી મિશ્રિત હોય એ સવિતર્ક સમાપત્તિ છે, અને એ યોગીનું અપર પ્રત્યક્ષ છે. પરંતુ ચિત્ત શબ્દના સંકેતથી ઉત્પન્ન થતી સ્મૃતિ વિનાનું શુદ્ધ બને ત્યારે સમાધિપ્રજ્ઞામાં વસ્તુ ઋત, અને અનુમાનજ્ઞાનરહિત, એની પોતાની વિશેષતાથી યુક્ત, સ્વતંત્રપણે જણાય એ નિર્વિત સમાપત્તિ છે. એ યોગીનું પર (શ્રેષ્ઠ) પ્રત્યક્ષ છે, અને એમાં એનું ચિત્ત સ્વરૂપે શૂન્ય જેવું થાય છે. યોગીનું આ પર-પ્રત્યક્ષ-દર્શન શ્રત અને અનુમાનનું બીજ છે, એનાથી શ્રુત અને અનુમાન ઉત્પન્ન થાય છે. આ દર્શનમાં આરોપિત ધર્મોનો લેશ પણ હોતો નથી. તેથી બધા વિશેષોને જાણનાર સર્વજ્ઞગુરુ પણ શ્રુતિ કે સ્મૃતિથી એ વિશેષોનું શબ્દથી પ્રતિપાદન કરી શકતા નથી, જેમ મધ, ક્ષીર અને દ્રાક્ષની મધુરતાની વિશેષતા એને જાણનાર પણ કહી શકતો નથી. એને માટે ચિત્તની નિર્વિતર્ક સમાપત્તિ અનિવાર્ય
નિર્વિચાર સમાપત્તિનો અભ્યાસ દઢ થતાં, અશુદ્ધિ, આવરણ, અને મળ વિનાના, રજસ-તમસથી ન દબાયેલા પ્રકાશરૂપ ચિત્તસત્ત્વના શાન્ત, સ્થિર પ્રવાહમાં સ્થિતિ થાય એને વૈશારદ્ય કહે છે, જેનાથી આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રકાશ થાય છે, અર્થાત આશ્રયભૂત આત્માનું સ્વરૂપ પ્રકાશે છે. આનાથી યોગીની ઋતંભરા પ્રજ્ઞા