________________
પા. ૨ સૂ. ૧૯] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૦૫
અસત્ ઉત્પન્ન થતું નથી. તેથી મહત્ વગેરેનું અસ્તિત્વ છે, માટે પુરુષાર્થ ક્રિયા પ્રવર્તવી જોઈએ. તો પછી અવ્યક્તને નિઃસત્ત્વ કેવી રીતે કહેવાય? એના જવાબમાં “નિસદસત” વગેરેથી કહે છે કે સતરૂપ કાર્યથી કારણ વેગળું છે. જો કે કારણાવસ્થામાં કાર્ય શક્તિરૂપે સત-હયાત- છે, છતાં પણ પોતાને યોગ્ય એવી ક્રિયા ન કરતું હોવાથી અસત્ કહેવાય છે. “નિરસત”થી કહે છે કે એ સસલાના શીંગડાની જેમ સાવ અસતું પણ નથી. તુચ્છ કે અભાવગ્રસ્ત કાર્યથી પણ નિષ્ઠાન્ત (વેગળું) છે. જો એવું હોય તો એમાંથી આકાશકુસુમની જેમ કોઈ કાર્ય ઉત્પન્ન થાત નહીં. “એષ તેષામ્...” વગેરેથી પ્રતિસર્ગના વિષયનો ઉપસંહાર કરે છે. “એષ:” શબ્દથી અગાઉ કહેલાનો પરામર્શ (નિર્દેશ) કરે છે.
લિંગ માત્ર વગેરે અવસ્થાઓ પુરુષાર્થ માટે ઉત્પન્ન થયેલી છે તેથી અનિત્ય છે. અલિંગાવસ્થા તો પુરુષાર્થરૂપ હેતુથી ન થયેલી હોવાથી નિત્ય છે, એમ “અલિંગાવસ્થાયામ્..” વગેરેથી કહે છે. “ભવતિ” ક્રિયાપદનો પ્રયોગ કરી વિષય વડે વિષયીના જ્ઞાનને દર્શાવે છે. કહેવાનો આશય એ છે કે અલિંગાવસ્થામાં પુરુષાર્થ હેતુ છે એ ત્યારે કહેવાતા કે એ અવસ્થામાં પણ પુરુષનો શબ્દ વગેરેનો ઉપભોગ અને સત્ત્વ તેમજ પુરુષની ભિન્નતાના જ્ઞાનરૂપી મોક્ષ સિદ્ધ થઈ શકે એમ હોત. પણ એ હેતુઓ જો સિદ્ધ કરે તો એ સામ્યવસ્થા રહે નહીં. તેથી એમાં પુરુષાર્થની કારણતા જણાતી ન હોવાથી એની ઉત્પત્તિમાં પુરુષાર્થતા કારણ નથી. “નાસૌ પુરુષાર્થકૃતતિ નિયાખ્યાયતે” એ પુરુષાર્થકૃત ન હોવાથી નિત્ય કહેવાય છે, એમ કહીને ઉપસંહાર કરે છે. “ઇતિ” શબ્દ “તસ્માતુ”- એ કારણે -ના અર્થમાં પ્રયોજયો છે. “ત્રયાણાં...” વગેરેથી લિંગમાત્ર, અવિશેષ અને વિશેષ એ ત્રણની અનિત્યતા કહે છે. પર્વસ્વરૂપ (વિકાસ સ્તરવાળું રૂ૫) દર્શાવીને “ગુણાતુ”વગેરેથી ગુણોનું (પોતાનું) સ્વરૂપ કહે છે. “યથા દેવદત્તઃ” વગેરેથી દાખલો આપે છે. જ્યારે અત્યંત ભિન્ન એવી ગાયોની વૃદ્ધિ અને ક્ષયથી દેવદત્તની વૃદ્ધિ અને ક્ષય કહેવામાં આવતાં હોય, તો ગુણોથી ભિન્ન તેમજ અભિન્ન એવી વ્યક્તિઓ (વ્યક્તિગત પૃથ્વી વગેરે પદાર્થો)ની ઉત્પત્તિ અને એમના ક્ષય વિષે તો કહેવું જ શું ?
“લિંગમાત્રમ્...” વગેરેથી કહે છે કે સૃષ્ટિનો ક્રમ અનિશ્ચિત નથી. વડનાં બીજ તરત જ ચીકણાં પાનવાળી શાખાયુક્ત અને પ્રચંડ સૂર્યનાં કિરણોને રોકે એવું વડનું વૃક્ષ ઉત્પન્ન કરતાં નથી. પરંતુ પૃથ્વી, પાણી અને તેના સંપર્કથી પરમ્પરાએ ઉત્પન્ન થતા અંકુર, પાન, ડાળ, વગેરેના ક્રમથી ઝાડ મોટું થાય છે, એમ અહીં પણ યુક્તિ અને આગને કહેલો ક્રમ સ્વીકારવો જોઈએ. ભૂતો અને ઇન્દ્રિયો અવિશેષ સાથે ભળેલાં કેવી રીતે ઉત્પન્ન થાય છે? એના જવાબમાં “તથા ચોક્ત પુરસ્વાત” થી કહે છે કે આ વાત આ સૂત્રની અગાઉ વ્યાખ્યા કરી, ત્યાં