________________
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સ. ૧૯
(જ્ઞાન-કર્મ-ઇન્દ્રિય) રૂપ છે, માટે એ સાત્ત્વિક અને રાજસ બંને રૂપ અહંકારનું પરિણામ છે. પાંચ તન્માત્રાઓ, અસ્મિતાની જેમ અવિશેષ હોવાથી બુદ્ધિરૂપ કારણમાંથી ઉત્પન્ન થાય છે. તન્માત્રાઓમાં અને અસ્મિતામાં વિકારોના હેતુ હોવારૂપ સમાન અવિશેષતા છે. “ગુણાનામેષ ષોડશકઃ...” વગેરેથી સંકલન (ગણતરી) કરીને વિશેષો સોળ છે, એમ કહે છે.
“ષડવિશેષા...” વગેરેથી અવિશેષો ગણે છે. “તઘથા...” વગેરેથી સાંકળીને ઉદાહરણ આપે છે. પછીથી આવતું એની પહેલાંના ધર્મવાળું હોવાથી ગંધ પોતે પાંચ લક્ષણવાળો, રસ (જળ) ચાર લક્ષણવાળું, રૂપ ત્રણ લક્ષણવાળું, સ્પર્શ બે લક્ષણવાળો અને શબ્દ ફક્ત (એક) શબ્દલક્ષણવાળો છે. “એતે સત્તામાત્રસ્યાત્મનઃ મહતઃ... વગેરેથી આ છ અવિશેષો કોનું કાર્ય(પરિણામ) છે, એનો જવાબ આપે છે. પુરુષને અર્થે ક્રિયા કરવાની શક્તિવાળાને સત્ કહે છે. એના ભાવને સત્તા કહે છે. મહત્તત્વ સત્તામાત્ર છે. પુરુષ માટે શબ્દ વગેરે ભોગ અને સત્ત્વ તેમજ પુરુષની ભિન્નતાના જ્ઞાનરૂપ મોક્ષરૂપ જે જે ક્રિયા છે, એ બધી મહત્તત્ત્વ રૂપ બુદ્ધિમાં સમાપ્ત થાય છે. (મહત્ માટે) આત્મા શબ્દ વાપરીને એ સ્વરૂપે તુચ્છ નથી એમ દર્શાવે છે. એટલે કે પ્રકૃતિનું આ પહેલું પરિણામ વાસ્તવિક છે, એનો વિવર્ત નથી, એવો અર્થ છે. અવિશેષોથી જે કાળની અપેક્ષાએ દૂર છે, એના કરતાં જે કાળની દૃષ્ટિએ નજીક છે, એવા લિંગમાત્ર મહત્તત્ત્વમાં આ છ અવિશેષો (પ્રલયકાળમાં) રહીને, ઉત્પત્તિ વખતે સત્કાર્યવાદ સિદ્ધ કરતા હોય એમ પોતાની વૃદ્ધિ(વિકાસ)ની પરાકાષ્ઠા અનુભવે -પ્રાપ્ત કરે- છે. જે અવિશેષોનાં વિશેષ પરિણામ છે, એમનાં પરિણામો ધર્મ, લક્ષણ અને અવસ્થા છે. એ એમના વિકાસની કાષ્ઠા કે પરિણામની કાષ્ઠા (છેવટનો તબક્કો) છે.
૨૦૪ ]
,,
આમ ઉત્પત્તિક્રમ કહીને પ્રલયક્રમ “પ્રતિસંસૃજ્યમાનાઃ” વગેરેથી કહે છે. ઊલટા ક્રમથી પોતપોતાના કારણમાં લય પામતા, પોતાની અંદર વિશેષોને લીન કરીને, અવિશેષો એ સત્તામાત્ર મહાન્ આત્મા (મહત્તત્ત્વ)માં રહીને, એ અવિશેષો મહત્તત્વ સાથે અવ્યક્ત અને બીજા કશામાં લીન ન થતું હોવાથી જેને અલિંગ કહે છે એ પ્રકૃતિ તરફ જાય છે. એનું વિશેષણ “નિઃસત્તાસત્તમ્” છે. સત્તા એટલે પુરુષાર્થ ક્રિયાની ક્ષમતા. અસત્તા એટલે તુચ્છતા. જે સત્તા અને અસત્તા બંનેમાંથી નીકળી ગયું છે એને નિઃસત્તાસત્તમ્ કહે છે. કહેવાનો આશય એ છે કે સત્ત્વ, રજ, તમની સામ્યાવસ્થા ક્યારે પણ પુરુષાર્થ માટે ઉપયોગી નથી માટે સત્ નથી. તેમજ આકાશપુષ્પની જેમ તુચ્છ પણ નથી, તેથી અસત્ પણ નથી.
ભલે. પણ અવ્યક્તાવસ્થામાં પણ મહત્ વગેરે અવ્યક્તરૂપે છે. કારણ કે સદ્ધસ્તુનો વિનાશ નથી અને વિનષ્ટ થાય તો ફરીથી ઉત્પન્ન ન થઈ શકે, કેમકે