________________
૧૯૮ ]
પતંજલિનાં યોગસૂત્રો
રૂપો સિદ્ધ કરે છે. અન્યથા “ચેકેષુ” એવું રૂપ થાત.
અભિવ્યક્ત થયેલો હોવાથી મુખ્યગુણ તો “છે” એમ કહી શકાય, પરંતુ અભિવ્યક્ત ન થયેલાં એનાં અંગોના અસ્તિત્વમાં શું પ્રમાણ છે ? એના જવાબમાં “ગુણત્વેપિ ચ...” વગેરેથી કહે છે કે યદ્યપિ અભિવ્યક્ત થયેલા ન હોય એવા ગુણો સ્વયં એકબીજાનો વિવેક કરી શકતા નથી. છતાં સાથે મળીને કાર્ય કરતા હોવાથી મુખ્ય ગુણમાં સહકારી તરીકે ગૌણ ગુણોના અસ્તિત્ત્વનું અનુમાન કરી શકાય છે.
[પા. ૨ સૂ. ૧૮
ગુણો સાથે મળીને પરિણામ ઉત્પન્ન કરવામાં ભલે સમર્થ હોય, પણ તેઓ એવું શા માટે કરે છે ? સમર્થ હોવા માત્રથી કોઈ કાર્ય ઉત્પન્ન કરતું નથી. અને જો કરે તો એનો પૂર્ણ વિરામ કદી થાય નહીં. આ શંકાના સમાધાન માટે “પુરુષાર્થકર્તવ્યતયા...” વગેરેથી કહે છે કે પુરુષ માટે ભોગ-મોક્ષ અર્થે પોતાના સામર્થ્યનો પ્રયોગ કરે છે. તેથી પુરુષનાં બધાં પ્રયોજન સિદ્ધ કર્યા પછી ગુણો ઉપરામ પામે છે કે કાર્યનો આરંભ કરતા નથી, એમ કહેવાનો ભાવ છે.
પુરુષને કોઈ ઉપકારની જરૂર નથી, તો ગુણો એનો શો ઉપકાર કરી શકે ? આના જવાબમાં “સંનિધિમાત્રોપકારિણઃ'... વગેરેથી કહે છે કે તેઓ લોહચુંબકની જેમ નજીકપણા માત્રથી પુરુષનો ઉપકાર કરે છે. પણ ગુણોના પ્રયોજક તો ધર્મ અને અધર્મ જ માનવામાં આવે છે, તો પછી તેઓનો પ્રયોજક પુરુષાર્થ છે એમ શી રીતે કહેવાય ? એના જવાબમાં પ્રત્યયમન્તરેણ' વગેરેથી કહે છે કે સત્ત્વ, રજ અને તમ એ ત્રણમાંથી એક મુખ્ય બનીને પોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય, ત્યારે ધર્મ વગેરેના નિમિત્ત વગર જ એની વૃત્તિને બીજા ગુણો અનુસરે છે. જેમ આગળ કહેવામાં આવશે : “પ્રકૃતિ માટે (ધર્માધર્મ) નિમિત્ત પ્રયોજક નથી. ધર્માધર્મ ફક્ત, ખેડૂત પાણીના પ્રવાહની આડે આવતાં આવરણ ભેદે છે, એમ ગુણપ્રવાહ આડે આવતાં રોકાણોને તોડે છે ” (૪.૩) આવા ગુણો “પ્રધાન” નામથી ઓળખાય છે. “પ્રધીયતે આધીયતે વિશ્વ કાર્યમ્ એભિઃ...” વિશ્વરૂપી કાર્ય જેમનાથી નિષ્પન્ન થાય છે- એવી વ્યુત્પત્તિથી પ્રધાન શબ્દથી આ દશ્ય જગત્ કહેવાય છે.
,,
આમ ગુણોનું શીલ (સ્વભાવ) કહીને, એમનું કાર્ય “તદેત ્ભૂતેન્દ્રિયાત્મકમ્....” વગેરેથી કહે છે. સત્કાર્યવાદનો સ્વીકાર કરવામાં આવતો હોવાથી જે વસ્તુ જે રૂપે (કારણમાં વિદ્યમાન) હોય તે એ રૂપે જ પરિણમે છે, એમ ગુણો ભૂત-ઇન્દ્રિયાત્મક છે, એ વાત “ભૂતભાવેન....”થી સ્પષ્ટ કરે છે.