________________
પા. ૨ સૂ. ૧૯] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૯૯
(સ્વરૂપ અને કાર્ય કહ્યા પછી) “ભોગાપવર્ષાર્થ”એ સૂત્રના અંશથી એનું પ્રયોજન કહે છે. એ પ્રયોજન વિના નહીં, પણ પ્રયોજનનો સ્વીકાર કરીને પ્રવર્તે છે. “તત્રેષ્ટાનિષ્ટ...” વગેરેથી ભોગનું વિવરણ કરે છે. સુખ અને દુઃખ ત્રણ ગુણોવાળી બુદ્ધિનાં રૂપો છે. કારણ કે એ બે રૂપે બુદ્ધિ પરિણમે છે. “અવિભાગાપન્નમ્..” વગેરેથી તેઓ ગુણોમાં રહેલાં છે એવો નિશ્ચય ન થવો એ પુરુષનો ભોગ છે. આ વાતની વિવેચના વારંવાર થઈ ગઈ છે. “ભોક્તઃ સ્વરૂપાવધારણમ્ અપવર્ગ” થી મોક્ષનું સ્વરૂપ દર્શાવે છે. જેના વડે દુ:ખોનું વર્જન (નાશ) થાય એ અપવર્ગ છે. “યોઃ અતિરિક્તમ્...” વગેરેથી અન્ય પ્રયોજનનો અભાવ કહે છે. પંચશિખાચાર્યે કહ્યું છે “અયં તુ ખલુ..” વગેરે.
ખરેખર ભોગ અને મોક્ષ બુદ્ધિએ કરેલા અને બુદ્ધિમાં રહેનારા છે, તો અકારણ અને જે બુદ્ધિનું અધિકરણ (આશ્રય) નથી, એવા પુરુષમાં રહેલા કેમ કહેવાય છે? એના જવાબમાં “તાવેત ભોગાપવર્ગો બુદ્ધિકૃતી.” વગેરેથી કહે છે કે પુરુષ ભોક્તા છે માટે. અગાઉ ૧.૪માં પુરુષનું ભોક્તાપણું નિરૂપ્યું છે અને આગળ પણ કહેવાશે. ખરેખર તો પુરુષાર્થ સમાપ્ત (સંપાદિત) ન કરવો એ બુદ્ધિનો જ બંધ છે. આનાથી ભોગ-મોક્ષ પુરુષથી સંબંધિત કયા અર્થમાં છે એ બતાવીને, ગ્રહણ વગેરે પણ એ જ રીતે પુરુષ સાથે સંબંધિત છે, એમ જાણવું જોઈએ. સ્વરૂપમાત્રથી પદાર્થનું જ્ઞાન ગ્રહણ છે. એને સ્મૃતિમાં રાખવું ધારણ છે. એમાં રહેલી વિશેષતાઓનો વિચાર ઊહ છે. આરોપિત ગુણો યુક્તિથી દૂર કરવા એ અપોહ છે. ઊહાપોહથી પદાર્થનું નિશ્ચિત જ્ઞાન મેળવવું એ તત્ત્વજ્ઞાન છે. અને તત્ત્વના નિશ્ચયપૂર્વક ત્યાજ્ય અને સ્વીકાર્યનું વિવેકજ્ઞાન અભિનિવેશ છે. ૧૮
દ્રશ્યનાં તુ ગુણનાં સ્વરૂપને વધારાથમિમાર- દશ્ય ગુણોના સ્વરૂપના ભેદોનો નિર્ણય કરવા માટે આ સૂત્ર)નો આરંભ કરવામાં આવે છે
विशेषाविशेषलिङ्गमात्रालिङ्गानि गुणपर्वाणि ॥१९॥
વિશેષ, અવિશેષલિંગમાત્ર અને અલિંગ ગુણોનાં પર્વો (સાંધા કે. વિકાસના તબક્કા) છે. ૧૯
भाष्य
तत्राकाशवाय्वग्न्युदकभूमयो भूतानि शब्दस्पर्शरूपरसगन्धतन्मात्राणामविशेषाणां विशेषाः । तथा श्रोत्रत्वक्वक्षुजिह्वाघाणानि