________________
પા. ૨ સૂ. ૧૮] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૯૭
(શ્વેતાશ્વતરોપનિષદ્દ, ૪.૫).
એક બીજાના આશ્રયે પૃથ્વી વગેરે મૂર્તિ (સાકાર પદાર્થો) ને પ્રગટ કરે છે. ભલે. પણ સત્ત્વથી શાન્તિનો અનુભવ ઉત્પન્ન કરવાનો હોય તો એના અંગ તરીકે રજસ, તમસ પણ હેતુ તરીકે ઉપસ્થિત રહેવાનું સામર્થ્ય ધરાવે છે. તેથી જ્યારે રજસ, તમસ મુખ્ય બને ત્યારે પણ, સત્ત્વની પ્રધાનતાની જેમ, શાન્ત પ્રત્યય જ ઉત્પન્ન થવો જોઈએ, ઘોર કે મૂઢ નહીં. એ શંકાના સમાધાન માટે “પરસ્પરાગાંગિ–પ્યસંભિત્રશક્તિપ્રવિભાગા...” વગેરેથી કહે છે કે શાન્ત પ્રત્યય ઉત્પન્ન કરવામાં સત્ત્વ સાથે રજન્સ, તમસ નો પણ અંગભાવ (ગૌણરૂપે હાજરી) ભલે હોય. છતાં પણ એમની શક્તિઓ મિશ્રિત થતી નથી. કાર્યના અમિશ્રણથી કારણના અમિશ્રણનું અનુમાન થાય છે. અસંકીર્ણ (અમિશ્રિત) રૂપથી ગુણો પોતપોતાનું કાર્ય કરીને શાન્ત, ઘોર અને મૂઢ રૂપોવાળાં પરિણામો નિપજાવે છે, એવું જોવામાં આવે છે, તેથી સિદ્ધ થાય છે કે શક્તિઓ અમિશ્રિત (સ્વતંત્ર) રહે છે.
ભલે, જો શક્તિઓ સ્વતંત્ર હોય તો, ગુણો સાથે મળીને કામ કરતા નથી. ભિન્ન શક્તિવાળાઓ સાથે મળીને કાર્ય કરતા જોવામાં આવતા નથી. તાંતણા, માટીનો પિંડ અને ઘાસ વગેરે સાથે મળીને ઘડા વગેરેને ઉત્પન્ન કરતા નથી. આ શંકાના સમાધાનમાં “તુલ્યજાતીયા તુલ્યજાતીય શક્તિભેદાનુપાતિનથી કહે છે કે ઉપાદાનશક્તિ સમાનજાતિવાળા સિવાય બીજે જોવા મળતી નથી, પણ સહકારી તરીકે કાર્ય કરવાની શક્તિ અસમાનજાતિવાળાઓમાં પણ જોવા મળે છે. ઘડો ઉત્પન્ન કરવામાં ઘાસ (શણ) સહકારી તરીકે કાર્ય ન કરી શકે, તેથી એ તંતુઓ સાથે સહકારી ન બને એવું નથી. સમાનજાતિવાળા અને અસમાનજાતિવાળા ગુણોમાં જે ભિન્ન ભિન્ન શક્તિઓ છે એ ગૌણ-મુખ્યભાવે સાથે મળીને કાર્ય કરી શકે છે. “પ્રધાનવેલાયા” વગેરેથી આ ગૌણમુખ્યભાવ સમજાવે છે. દાખલા તરીકે દેવશરીર ઉત્પન્ન કરવામાં સત્ત્વગુણ પ્રધાન (મુખ્ય) છે. રજોગુણ અને તમોગુણ એના અંગ (ગૌણ) છે. એમ મનુષ્ય શરીર ઉત્પન્ન કરવામાં રજોગુણ પ્રધાન અને સત્ત્વ અને તમ ગૌણ છે. એ રીતે પશુ શરીર ઉત્પન્ન કરવામાં તમોગુણ મુખ્ય અને સત્ત્વ, રજ ગૌણ હોય છે. તેથી આ ગુણો મુખ્યપણાના સમયે પોતપોતાની હયાતિ પ્રગટ કરતા હોય છે, એટલે કે કાર્ય ઉત્પન્ન કરવામાં એમની વૃત્તિ અભિવ્યક્ત થતી હોય છે.
અહીં વપરાયેલો પ્રધાન શબ્દ ભાવપ્રધાન છે. જેમ “થેંક્યોર્તિવચનૈકવચને” પાણિનિ સૂત્ર (અષ્ટાધ્યાયી, ૧.૪. ૨૨) દ્વિત્વ અને એકત્વ એવાં