________________
૧૯૨]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૧૮
બની શકે નહીં. તેથી દુઃખ, દુઃખ ભોગવનાર સાથે (વ્યાપ્ત) જોડાયેલું હોવાથી એની નિવૃત્તિ થતાં દુઃખની પણ નિવૃત્તિ માનવી પડશે, જેમાં અગ્નિ વિના ધુમાડો ન હોઈ શકે. આ શંકાના નિવારણ માટે “અત્રાપિ તાપકશ્ય રજસઃ સત્ત્વમેવ તપ્તમ્” વગેરેથી કહે છે કે તપ્યતાપકભાવ ગુણોમાં જ પ્રવર્તે છે. સત્ત્વગુણ પગના તળિયા જેવો કોમળ હોવાથી તપ્ય છે, અને રજોગુણ તીવ્ર હોવાના કારણે તાપક છે, એવો ભાવ છે. “કસ્માતું?” કેમ ? એ રીતે પ્રશ્ન પૂછે છે. સત્ત્વગુણ તપ્ય (દુઃખ અનુભવનાર) છે, પુરુષ (આત્મા) નહીં. “તપિક્રિયા'' વગેરેથી જવાબ આપે છે.
| (ચેતન) પુરુષ દુ:ખી ન થતો હોય અને અચેતન સત્ત્વ દુઃખી થતું હોય, એમાં અમારું કશું બગડતું નથી. એવી શંકાના નિવારણ માટે “દર્શિતવિષયવાત્સલ્વેતુ તપ્યમાને તદાકારાનુરોધી પુરુષોનુતખતે "થી કહે છે કે સત્ત્વમાં સંતાપ થતાં, એના આકારવાળા બનેલા પુરુષ સમક્ષ વિષયોનું નિવેદન કરવામાં આવતું હોવાથી પુરુષ અનુ-પછી તÀતે - દુઃખી થાય છે. વિષયો દર્શાવાય છે. એ અનુતાપનો હેતુ છે. આ વાત પહેલાં (૧.૪) કહેવાઈ છે. ૧૭
દૃશ્યસ્વરૂપમુખ્યતે – દશ્યનું સ્વરૂપ કહેવામાં આવે છે - प्रकाशक्रियास्थितिशीलं भूतेन्द्रयात्मकं
भोगापवर्गार्थं दृश्यम् ॥१८॥ દશ્ય પ્રકાશ, ક્રિયા અને સ્થિતિશીલ, (મહા)ભૂતો અને ઇન્દ્રિયરૂપ, તેમજ (પુરુષના) ભોગ અને મોક્ષ માટે છે. ૧૮
બાણ प्रकाशशीलं सत्त्वम् । क्रियाशीलं रजः । स्थितिशीलं तम इति । एते गुणाः परस्परोपरक्तप्रविभागाः परिणामिनः संयोगविभागधर्माण इतरेतरोपाश्रयेणोपार्जितमूर्तयः परस्पराङ्गाङ्गित्वेऽप्यसंभित्रशक्तिप्रविभागास्तुल्यजातीयातुल्यजातीयशक्तिभेदानुपातिनः प्रधानवेलायामुपदर्शितसंनिधाना गुणत्वेऽपि च व्यापारमात्रेण प्रधानान्तर्णीतानुमितास्तिताः पुरुषार्थकर्तव्यतया प्रयुक्तसामर्थ्याः संनिधिमात्रोपकारिणोऽयस्कान्तमणिकल्पाः प्रत्ययमन्तरेणैकतमस्य वृत्तिमनुवर्तमानाः प्रधानशब्दवाच्या भवन्ति । एतदृश्यमित्युच्यते ।