________________
પા. ર સે. ૧૮] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૯૩
तदेतद्भूतेन्द्रियात्मकं भूतभावेन पृथिव्यादिना सूक्ष्मस्थूलेन परिणमते । तथेन्द्रियभावेन श्रोत्रादिना सूक्ष्मस्थूलेन परिणमत इति । तत्तु नाप्रयोजनमपि तु प्रयोजनमुररीकृत्य प्रवर्तत इति भोगापवर्गार्थं हि तदृश्यं पुरुषस्येति । तत्रेष्टानिष्टगुणस्वरूपावधारणमविभागापनं भोगो, भोक्तुः स्वरूपावधारणमपवर्ग इति । द्वयोरतिरिक्तमन्यदर्शनं नास्ति । तथा चोक्तम्अयं तु खलु त्रिषु गुणेषु कर्तृष्वकर्तरि च पुरुषे तुल्यातुल्यजातीये चतुर्थे तक्रियासाक्षिण्युपनीयमानान्सर्वभावानुपपन्नाननुपश्यन् नदर्शनमन्यच्छङ्कत इति।
तावेतौ भोगापवर्गों बुद्धिकृतौ बुद्धावेव वर्तमानो कथं पुरुषे व्यपदिश्यते इति । यथा च जयः पराजयो वा योद्धषु वर्तमानः स्वामिनि व्यपदिश्यते, स हि तत्फलस्य भोक्तेति । एवं बन्धमोक्षौ बुद्धावेव वर्तमानौ पुरुषे व्यपदिश्यते स हि तत्फलस्य भोक्तेति । बुद्धेरेव पुरुषार्थापरिसमाप्तिर्बन्धस्तदर्थावसायो मोक्ष इति । एतेन ग्रहणधारणोहापोहतत्त्वज्ञानाभिनिवेशा बुद्धौ वर्तमानाः पुरुषेऽध्यारोपितसद्भावाः, स हि तत्फलस्य भोक्तेति ॥१८॥
સત્ત્વગુણ પ્રકાશશીલ છે. રજોગુણ ક્રિયાશીલ છે. અને તમોગુણ સ્થિતિશીલ છે. આ ગુણો જુદા જુદા છે, છતાં પરસ્પર એકબીજાના ભાગોને પોતાના રંગથી રંગે છે. પરિણામી (સતત બદલાતા રહે) છે. સંયોગ અને વિભાગ એમનો ધર્મ (સ્વભાવ) છે. એક બીજાના આશ્રયે (પૃથ્વી વગેરે) મૂર્તિરૂપે પ્રગટ થાય છે. પરસ્પર અંગાંગીભાવ (મુખ્ય-ગૌણ ભાવ)થી કાર્ય કરતા હોવા છતાં, એમની પોતપોતાની શક્તિઓમાં મિશ્રણ થતું નથી. સમાન જાતિ અને અસમાન જાતિના શક્તિભેદોનું અનુસરણ કરે છે. એક ગુણ પ્રધાન (મુખ્ય) તરીકે પ્રવર્તતો હોય ત્યારે એની હાજરી પ્રગટ હોવાથી સ્પષ્ટ જણાય છે, પણ ગૌણ તરીકે પોતાનો વ્યાપાર (કાર્યો કરતો હોય, ત્યારે મુખ્ય સાથે ભળી ગયેલો હોવાથી એના અસ્તિત્ત્વનું અનુમાન થઈ શકે છે. પુરુષનો અર્થ (હેતુ) સિદ્ધ કરવો એ જ એમનું કર્તવ્ય હોવાથી, પોતાનું બધું સામર્થ્ય એ માટે જ પ્રયોજે છે. લોહચુંબકની જેમ નજીકપણા માત્રથી પુરુષનો ઉપૌર કરનારા છે. પોતાના પ્રત્યય (અભિવ્યક્તિના આગ્રહ)