________________
૧૮૪]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૧૫
(બદલાતું) ચિત્ત છે એમ કહ્યું છે.
પરંતુ એક અનુભવ પરસ્પર વિરુદ્ધ એવા શાન્ત, ઘોર અને મૂઢપણાને એકી સાથે શી રીતે પ્રાપ્ત થાય છે ? એના જવાબમાં “રૂપતિશયા વૃજ્યતિશયાશ્ચ પરસ્પણ વિધ્યત્તે..” વગેરેથી કહે છે કે સ્વરૂપથી અને વૃત્તિથી બળવાન્ ગુણો પરસ્પર વિરોધી છે, પણ અલ્પશક્તિવાળા બળવાન સાથે પ્રવર્તે છે. રૂપો આઠ છે, ધર્મ વગેરે ભાવો છે અને સુખ વગેરે વૃત્તિઓ છે. બળવાન ધર્મ જ્યારે ફળ આપવા અભિમુખ થાય ત્યારે બળવાનું અધર્મ સાથે વિરોધ કરે છે. તેમજ જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને સુખ વગેરે સાથે એમનાથી વિપરીત ગુણો વિરોધ કરે છે. સામાન્ય શક્તિવાળા કાર્યકારી બળવાન ગુણો સાથે વિરોધ કર્યા વિના રહે છે.
અમે આ વાત સ્વીકારીએ છીએ. પરંતુ વિષયસુખનું સ્વાભાવિક દુ:ખપણું શી રીતે કહેવાય ? એના જવાબમાં “એવમેતે ગુણા” વગેરેથી કહે છે કે આ ગુણો પરસ્પર એક બીજાના આશ્રયે સુખ, દુઃખ, મોહરૂપ અનુભવો ઉત્પન્ન કરતા હોવાથી બધા ગુણો બધા સુખદુઃખ, મોહ) રૂપ છે. ઉપાદાન (ગુણ)ના અભેદને કારણે અને ઉપાદાનરૂપ હોવાના કારણે ઉપાદેય (સુખાદિ અનુભવો)નો પણ અભેદ છે, એવો અર્થ છે. ગુણો જો અત્યંત અભિન્ન હોય તો એ જુદા છે એવું જ્ઞાન અને જુદાં નામ શી રીતે શક્ય બને ? એના જવાબમાં “ગુણપ્રધાનભાવકૃતવેષાં વિશેષ:”થી કહે છે કે મુખ્ય અને ગૌણ ભાવને કારણે એમનું જુદાપણું અને વિશેષતાઓ જાણી શકાય છે. માટે ઉપાધિની દષ્ટિએ અને સ્વાભાવિક રીતે વિવેકી માટે બધું (ગુણમય જગત) દુઃખ જ છે.
બુદ્ધિશાળી લોકોએ દુઃખ ત્યજવું જોઈએ. એના કારણનો નાશ થયા સિવાય દુઃખ નાશ પામે નહીં, તેમજ જાણ્યા વિનાના કારણનો નાશ કરી શકાય નહીં, તેથી તદસ્ય મહતો દુઃખસમુદાયસ્ય પ્રભવબીજમવિદ્યા...” વગેરેથી એનું મૂળ કારણ દર્શાવે છે. જેનાથી આ દુઃખસમૂહ ઉત્પન્ન થાય છે એ એનું બીજ છે. “તસ્યાશ સમ્યગ્દર્શનમભાવહેતુ થી એના નાશનું કારણ દર્શાવે છે. “યથા ચિકિત્સાશાસ્ત્ર ચતુર્વ્યૂહમ્” વગેરેથી હવે આ બધાના કલ્યાણ માટે લખાયેલા શાસ્ત્રની એના જેવા બીજા શાસ્ત્ર સાથે સમાનતા બતાવે છે. ચાર બૃહો કે સંક્ષિપ્ત અવયવરચના હોય એને ચતુર્વ્યૂહ કહે છે.
પરંતુ પહેલાં દુ:ખને ત્યાજ્ય કહ્યું અને હવે સંસારને ત્યાજય કહેવામાં આવે છે. આમાં વિરોધ નથી ? એના જવાબમાં “તત્ર દુઃખબહુલઃ સંસારો હેયઃ”- સંસાર ઘણાં દુઃખોવાળો હોવાથી હેય છે, એમ કહે છે. “પ્રધાનપુરુષયો સંયોગઃ” વગેરેથી અવિદ્યા જે અવાન્તર (ગૌણ) વ્યાપાર કરીને