________________
પા. ૨ સૂ. ૧૫] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૮૩
છે. જેમ કહ્યું છે : “વિષયોના ભોગથી તૃષ્ણા શાન્ત થતી નથી, પણ હવિષ્યથી અગ્નિની જેમ ફરીથી વધે છે.” (મહાભારત, આદિપર્વ, ૮૫.૧૨) બાકીનું સ્પષ્ટ છે.
“અથ કા ?” થી તાપદુ:ખવિષે પૂછે છે “સર્વસ્ય...” વગેરેથી જવાબ આપે છે. બધા લોકોમાં પ્રસિદ્ધ હોવાથી એના સ્વરૂપનું વિગતવાર વર્ણન આપ્યા વિના એ પણ પરિણામદુઃખ સમાન છે, એમ એની ચર્ચા પરિણામદુઃખની ચર્ચા જેવી કરી છે.
કા પુનઃ”થી સંસ્કારદુ:ખ વિષે પ્રશ્ન પૂછે છે. “સુખાનભવાત્સસ્કારાશય ...” વગેરેથી કહે છે કે સુખનો અનુભવ સંસ્કાર ઉત્પન્ન કરે છે. એનાથી સુખનું સ્મરણ, એનાથી રાગ, એનાથી મન, વચન, શરીરની ચેષ્ટા, એનાથી પુણ્ય અને પાપ અને એનાથી એમના વિપાક (ફળ)નો અનુભવ એનાથી ફરીથી વાસના, એમ અનાદિપણું જાણવું જોઈએ. અહીં સુખદુઃખના ઊંડા સંસ્કારોથી એમનું સ્મરણ, એનાથી રાગદ્વેષ, એમનાથી કર્મ અને કર્મથી વિપાક એવી યોજના સમજવી
“એવમિદમનાદિ' વગેરેથી કહે છે કે આમ અનાદિ કાળથી વહેતો દુ:ખપ્રવાહ યોગીને જ કષ્ટ આપે છે, બીજા સામાન્ય માણસને નહીં. બીજાને તો ત્રણ પર્વોવાળાં દુઃખો પાછળ પાછળ વહી આવે છે, એમ સંબંધ જોડવો જોઈએ. આધિભૌતિક અને આધિદૈવિક તાપો બાહ્ય હોવાથી એમનું એકપણું ભાષ્યકાર કહેવા ઇચ્છે છે. ચિત્તમાં રહેતી હોવાથી અવિધા ચિત્તવૃત્તિ છે. એનાથી, અવશ્ય ત્યજવાયોગ્ય, બુદ્ધિ, ઇન્દ્રિય, શરીર વગેરેમાં અહંકાર, અને સ્ત્રીપુત્ર વગેરેમાં મમકાર ઉત્પન્ન થાય છે. એનું અનુસરણ કરનારા સામાન્ય લોકોની પાછળ પાછળ દુઃખો વહી આવે છે. માટે આ વિષયમાં સમ્યફ દર્શન સિવાય રક્ષણ કરનાર બીજું કોઈ નથી, એમ “તદેવમ્ અનાદિના દુઃખ સ્રોતસા ભૂધમાન...” વગેરેથી કહે છે.
આમ વિષયસુખનું પરિણામથી અને સંસ્કાર તેમજ તાપના સંયોગથી ઔપાધિક દુઃખપણું કહીને, “ગુણવૃત્તિવિરોધાચ્ચ...” વગેરેથી સ્વાભાવિક દુ:ખ વિષે કહે છે. “પ્રખ્યાપ્રવૃત્તિસ્થિતિરૂપા બુદ્ધિ ગુણાઃ” વગેરેથી એ વિષયની સ્પષ્ટતા કરે છે. પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિરૂપ બુદ્ધિરૂપે પરિણમેલા સત્ત્વ, રજ, અને તમ ગુણો પરસ્પર સહયોગથી સુખરૂપ શાન્ત, દુઃખરૂપ ઘોર અને વિષાદરૂપ મૂઢ એવા, સુખભોગરૂપ છતાં ત્રિગુણાત્મક અનુભવોનો આરંભ કરે છે. એમનું આવું અનુભવરૂપ પરિણામ પણ સ્થિર નથી. તેથી ગુણવૃત્ત સતત ગતિશીલ છે તેથી જલ્દી પરિણમતું