________________
૧૮૨ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૧૫
અને મોહને કેવી રીતે અનુભવી શકે ? એના જવાબમાં “તથા ચોક્તમ્.." વગેરેથી કહે છે કે વિચ્છિન્ન અવસ્થામાં રહેલા ક્લેશો ઉદાર કે કાર્યકારી ક્લેશો સાથે અપ્રગટરૂપે રહે છે, એમ અન્યત્ર કહેવાયું છે. આનાથી વાણી અને મનની પ્રવૃત્તિથી પણ પુણ્ય અને પાપ ઉત્પન્ન થાય છે, એમ દર્શાવ્યું. રાગ વગેરેથી ઉત્પન્ન થયેલા માનસિક સંકલ્પો કે દોષો અભિલાષાયુક્ત હોય છે અને વાણીથી થતા દોષો જેવા હોય છે. જેમકે કહ્યું છે :- “અભિલાષાયુક્ત સંકલ્પ, વાણીથી કહેવાતા અર્થથી ભિન્ન નથી.”
“નાનુપય...” વગેરેથી શારીરિક કર્ભાશય વિષે કહે છે કે પ્રાણીઓની હિંસા કર્યા વગર ભોગ સંભવતો નથી. તેથી ધર્મશાસ્ત્રકારોએ “ગૃહસ્થને પાંચ પ્રકારની હિંસા લાગે છે.” (મનુસ્મૃતિ, ૩.૬૮) એમ કહ્યું છે.
ભલે. પણ પ્રત્યેક પ્રાણી અનુભવે છે, એ વિષય-સુખને યોગીઓના અનુભવથી નકારવું યોગ્ય નથી. એના જવાબમાં કહે છે કે વિષયસુખ અવિદ્યા છે. આ વાત ચાર પ્રકારના વિપર્યાસ લક્ષણોવાળી અવિદ્યાના પ્રતિપાદન વખતે કહેવામાં આવી હતી. વૃદ્ધો (જ્ઞાનીઓ) દેખાવનો આદર કરતા નથી. મધ અને ઝેરવાળા અન્નના ઉપભોગમાં દરેકને સુખનો અનુભવ થતો દેખાય છે, પણ ભવિષ્યમાં એના પરિણામે દુઃખ ઉત્પન્ન થાય છે. ભગવાને જ આ વાત કહી છે : “વિષય-ઇન્દ્રિયના સંયોગથી જે પહેલાં અમૃત જેવું, પણ પરિણામે વિષ જેવું છે, એ સુખ રાજસિક છે.” (ગીતા. ૧૮.૩૮)
યા ભોગેષ ઈન્દ્રિયાણાં મેરુપશાન્તિસ્તત સુખમ” વગેરેથી કહે છે કે અમે વિષયજન્ય મઝાને સુખ માનતા નથી. તૃપ્ત ન થતા, તે તે વિષયની ઇચ્છાથી દુઃખી ચિત્તવાળા લોકોની તૃષ્ણા જ મહાનું દુઃખ છે. આ તૃષ્ણા ઉપભોગ વગર શાન્ત થતી નથી. આ શાન્તિ પણ રાગ વગેરેને વધારનારી છે, માટે વિષયભોગની પરિણામદુઃખતા નિવારી શકાય એમ નથી. તૃપ્તિથી જે (ક્ષણિક) તૃષ્ણાશાન્તિ થાય છે, અને ઇન્દ્રિયો ઉપશમ અનુભવે છે, એ એમની કાર્યશક્તિ ક્ષીણ થઈ જવાથી અનુભવાય છે, કારણ કે ત્યારે ઇન્દ્રિયો વિષયોમાં પ્રવૃત્ત થઈ શકે એમ નથી. “યા લૌભાદનુપશાન્તિસ્તદુઃખમ્”થી આ જ વાતને વ્યતિરેકથી (નકારાત્મક રીતે) કહે છે, કે ભોગ પછી થતી શાન્તિ દરમ્યાન લાલચ શાન્ત થતી નથી એ દુઃખ છે. “નચેન્દ્રિયાણ ભોગાભ્યાસન વૈતૃણ્ય કર્યું શક્યમ્.” વગેરેથી પરિહાર કરતાં કહે છે કે ભોગાભ્યાસથી ઇન્દ્રિયોને તૃષ્ણા રહિત બનાવવી અશક્ય છે. “અ” પ્રત્યય હેતુના અર્થમાં પ્રયોજ્યો છે. સાચી વાત છે કે તૃષ્ણાલય ઉત્તમ સુખ છે. પરંતુ એનો હેતુ ભોગાભ્યાસ નથી, પણ એની વિરોધી તૃષ્ણાનો હેતુ