________________
પા. ૨ સૂ. ૧૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૧૮૧
मोक्षस्वरूपमाह-संयोगस्येति । मोक्षोपायमाह-हानोपाय इति । केचित्पश्यन्ति, हातुः स्वरूपोच्छेद एव मोक्षः । यथाहुः
“પ્રવીપચ્ચેવ નિર્વાનું વિમોક્ષતસ્ય તાયિન: " __इति । अन्ये तु सवासनक्लेशसमुच्छेदाद्विशुद्धविज्ञानोत्पाद एव मोक्ष इत्याचक्षते । तान्प्रत्याह- तत्रेति । तत्र हानं तावदूषयति- हाने तस्येति । न हि प्रेक्षावान्कश्चिदात्मोच्छेदाय यतते । ननु दृश्यन्ते तीव्रगदोन्मूलितसकलसुखा दुःखमयीमिव मूर्तिमुद्दहन्तः स्वोच्छेदाय यतमानाः । सत्यम् । केचिदेव ते । न त्वेवं संसारिणो विविधविचित्रदेवाद्यानन्दभोगभागिनः । तेऽपि च मोक्षमाणा दश्यन्ते । तस्मादपुरुषार्थप्रसक्तेर्न हातुः स्वरूपोच्छेदो मोक्षोऽभ्युपेयः । अस्तु तर्हि हातुः स्वरूपमुपादेयमित्यत आह-उपादाने च हेतुवाद इति । उपादाने हि कार्यत्वेनानित्यत्वे सति मोक्षत्वादेव च्यवेत । अमृतत्वं हि मोक्षः । नापि विशुद्धो विज्ञानसंतानो भवत्यमृतः । संतानिभ्यो व्यतिरिक्तस्य संतानस्य वस्तुसतोऽभवात् । संतानिनां चानित्यत्वात् । तस्मात्तथा यतितव्यं यथा शाश्वतवादो भवति । तथा च पुरुषार्थतापवर्गस्येत्याह- उभयप्रत्याख्यान इति । तस्मात्स्वरूपावस्थानमेवात्मनो मोक्ष इत्येतदेव सम्यग्दर्शनम् ॥१५॥
જો કે સામાન્ય માણસો વિષયસુખ અનુભવના સમયે પ્રતિકૂળતારૂપ દુઃખ અનુભવતા નથી, પણ યોગીઓ અનુભવે છે. તેથી એવું શી રીતે બની શકે? “કર્થ તદુપપઘતે ?” એમ પ્રશ્નપૂર્વક એના ઉત્તરનું પ્રતિપાદન કરવા માટે “પરિણામતાપ..” વગેરે સૂત્ર રજૂ કરે છે. પરિણામ, તાપ અને સંસ્કારો દુઃખો છે. એમને લીધે યોગી માટે બધું દુઃખરૂપ છે. “સર્વસ્યાયમૂ” વગેરેથી પરિણામે દુઃખરૂપ હોવાથી વિષયસુખ દુઃખ છે, એમ કહે છે. રાગના સંબંધ વિના સુખ સંભવતું નથી. એવો સંભવ નથી કે અમુક વિષય પુરુષને સુખપ્રદ છે પણ એનો એમાં રાગ ન હોય. (નિયમ એવો છે કે સુખ આપનાર વસ્તુમાં પુરુષને રાગ અવશ્ય હોય છે). અને રાગ (રાજસ હોવાથી) પ્રવૃત્તિનો હેતુ છે. તેમજ પ્રવૃત્તિ પુણ્ય અને પાપનો સંચય કરનારી હોવાથી એના વડે રાગજન્ય કર્ભાશય ઉત્પન્ન થાય છે, અસતની ઉત્પત્તિ ન હોવાના કારણે. અને સુખ ભોગવતો માણસ એમાં આસક્ત હોવાના કારણે વિચ્છિન્ન અવસ્થામાં રહેલા કેષથી દુઃખનાં સાધનોનો વૈષ કરે છે. એમને દૂર કરવાની શક્તિ ન હોવાથી મોહ પામે છે. આમ વૈષ અને મોહથી ઉત્પન્ન થતો કર્ભાશય પણ સંચિત થાય છે. વિપર્યય જેનું બીજું નામ છે એવા મોહનું પણ દ્વેષની જેમ કર્ભાશયનું કારણ પણું અવિરુદ્ધ છે.
રાગ વખતે દ્વેષ અને મોહ દેખાતા નથી, તેથી રાગવાળો માણસ દ્વેષ