________________
૧૭૮]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૧૫
બધું દુઃખરૂપ જ છે. પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિરૂપ બુદ્ધિના ગુણો, પરસ્પર સહયોગને પોતાનું (વ્યવસ્થા) તંત્ર બનાવી, શાન્ત, ઘોર અને મૂઢ એવા ત્રણ ગુણોરૂપ અનુભવોનો આરંભ કરે છે. અને ગુણચક્ર સતત ગતિશીલ હોવાથી ચિત્ત જલ્દી પરિણામ પામતું બદલાતું) રહે છે, એમ કહ્યું છે. એમના સ્વરૂપની અને પ્રવર્તવાની તીવ્રતા સાથે તેઓ પરસ્પરનો વિરોધ કરે છે. સામાન્ય (ઓછા બળવાળા) અત્યંત શક્તિશાળી ગુણો સાથે પ્રવર્તે છે. આ ગુણો પરસ્પર એકબીજાનો આશ્રય લઈ સુખ, દુઃખ અને મોહરૂપ અનુભવો ઉત્પન્ન કરનારા, અને બધા બધાના રૂપવાળા હોય છે. એમની વિશેષતા એકની મુખ્યતા અને બીજાની ગૌણતા દ્વારા પ્રગટ થાય છે. માટે બધું વિવેકીની દૃષ્ટિએ દુઃખરૂપ જ છે.
આ મોટા દુઃખ સમુદાયની ઉત્પત્તિનું કારણરૂપ બીજ અવિદ્યા છે. સમ્યફ દર્શન એ (અવિદ્યા)ના નાશનો હેતુ છે. જેમ રોગ, રોગનું કારણ, આરોગ્ય અને ઔષધિવિજ્ઞાનરૂપ ચાર બૂહો (વિભાગો)વાળું ચિકિત્સાશાસ્ત્ર છે, એમ આ યોગશાસ્ત્ર પણ ચતુર્વ્યૂહ છે. સંસાર, સંસારનો હેતુ, મોક્ષ અને મોક્ષનો ઉપાય એ ચાર બૃહો છે. ઘણાં દુઃખોવાળો સંસાર હેય (ત્યાજય) છે. પ્રધાન અને પુરુષનો સંયોગ હેય(સંસાર)નો હેતુ છે. એમના સંયોગની નિવૃત્તિ હાન (ત્યાગ) છે. અને સમ્યફ દર્શન હાનનો ઉપાય છે.
ત્યાગનાર (આત્મા)નું સ્વરૂપ સ્વીકારવા કે ત્યાગવા યોગ્ય હોઈ શકે નહીં. એનો વિનાશ માનવાથી ઉચ્છેદ(શૂન્ય)વાદનો પ્રસંગ આવે, અને એનો સ્વીકાર કરવામાં આવે, તો હેતુવાદ(એનો પણ કોઈ હેતુ હોવો જોઈએ, એવા વાદ)નો પ્રસંગ આવે. અને આ બંને વાદોનો અસ્વીકાર (ખંડન) કરવામાં આવે, તો શાશ્વતવાદ બાકી રહે, એ સમ્યફ દર્શન છે. ૧૫
तत्त्व वैशारदी यद्यपि न पृथा जनैः प्रतिकूलात्मतया विषयसुखकाले संवेद्यते दुःखं तथापि तत् संवेद्यते योगिभिरिति प्रश्नपूर्वकं तदुपपादनाय सूत्रमवतारयति-कथं तदुपपद्यत इति । परिणामेत्यादि सूत्रम् । परिणामश्च तापश्च संस्कारश्चैतान्येव दुःखानि तैरिति । परिणामदुःखतया विषयसुखस्य दुःखतामाह-सर्वस्यायमिति । न खलु सुखं रागानुवेधमन्तरेण संभवति । न ह्यस्ति संभवो न तत्र तुष्यति तच्च तस्य सुखमिति ।