________________
પા. ૨ સૂ. ૧૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૭૭
ભોગ બન્યો. વિષયસુખનું આવું પ્રતિકૂળ પરિણામ, પરિણામદુઃખ કહેવાય છે. સુખની અવસ્થામાં પણ એ ફક્ત યોગીને જ દુઃખ આપે છે.
તાપદુઃખ શું છે? બધાં પ્રાણીઓને દ્વેષયુક્ત, ચેતન અને અચેતન સાધનોને આધીન સંતાપનો અનુભવ હોય છે. આમ ષથી કર્ભાશય ઉત્પન્ન થાય છે. સુખનાં સાધનોની ઈચ્છા રાખનાર શરીર, મન અને વાણીથી કાર્ય કરે છે. એ દરમ્યાન બીજાનો ઉપકાર અથવા અપકાર (હાનિ) કરે છે. આમ બીજાપર અનુગ્રહ કે પીડા કરવાથી ધર્મ અને અધર્મનો સંચય કરે છે. આ રીતે લોભથી અને મોહથી જે કર્ભાશય ઉત્પન્ન થાય છે, એને તાપદુઃખ કહેવાય છે.
સંસ્કારદુઃખ શું છે? સુખના અનુભવથી સુખના સંસ્કારોનો અને દુઃખના અનુભવથી દુઃખના સંસ્કારોનો આશય (સમૂહ) ઉત્પન્ન થાય છે. કર્મના ફળરૂપ સુખ કે દુ:ખના અનુભવથી ફરીથી કર્મોનો સંચય કે આશય ઉત્પન્ન થાય છે. આમ અનાદિકાળથી શરૂ થયેલો આ દુ:ખોનો પ્રવાહ પ્રતિકૂળ લાગવાથી ફક્ત યોગીને જ ઉદ્ધગ કરે છે. કારણ કે એ જ્ઞાની આંખરૂપ પાત્ર જેવો છે. જેમ ઊનનો તાંતણો આંખમાં સ્પર્શથી દુઃખ ઉત્પન્ન કરે છે, શરીરના બીજા અવયવોને સ્પર્શથી પીડા પેદા કરતો નથી. આમ આ દુ:ખો આંખની કીકી જેવા યોગીને ક્લેશ આપે છે, બીજા અનુભવનારાઓને નહીં. પોતાનાં કર્મોથી ઉત્પન્ન થયેલાં દુઃખોને આવે આવે એમ ત્યજતા અને ત્યજી ત્યજીને ફરીથી ગ્રહણ કરતા, અને અવિદ્યાથી ચોમેર ઘેરાયેલા હોય એમ અનાદિ વાસનાઓથી વિચિત્ર ચિત્તવૃત્તિઓવાળા ત્યજવા યોગ્ય અહંકાર અને મમત્વનું જ અનુસરણ કરતા બીજાઓની પાછળ પાછળ તો નિરંતર બાહ્ય અને આધ્યાત્મિક એમ બંને પ્રકારનાં નિમિત્તોથી ઉત્પન્ન થતા, ત્રણ પર્વ(પરિણામ, તાપ અને સંસ્કારરૂપ સાંધા)વાળા સંતાપો સતત વહી આવે છે. આમ અનાદિ દુખપ્રવાહમાં વહી રહેલા પોતાના આત્માને, તેમજ બધાં પ્રાણીઓને જોઈને યોગી બધા દુઃખોના ક્ષયના કારણ એવા સમ્યક્ દર્શનના શરણમાં જાય છે.
ગુણોની વૃત્તિઓમાં પરસ્પર વિરોધ હોવાથી, વિવેકી પુરુષ માટે