________________
૧૫૮ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૧૨
क्लेशमूलः कर्माशयो दृष्टादृष्टजन्मवेदनीयः ॥१२॥
ક્લેશમૂલક કર્ભાશય દષ્ટ અને અદેખ જન્મોમાં અનુભવવા યોગ્ય છે. ૧૨
भाष्य
तत्र पुण्यापुण्यकर्माशयः लोभमोहक्रोधप्रभवः । स दृष्टजन्मवेदनीयश्चादृष्टजन्मवेदनीयश्च । तत्र तीव्रसंवेगेन मत्रतपःसमाधिभिनिर्वर्तित ईश्वरदेवतामहर्षिमहानुभावानामाराधनाद्वा यः परिनिष्पन्न: स सद्यः परिपच्यते पुण्यकर्माशय इति । यथा तीव्रक्लेशेन भीतव्याधितकृपणेषु विश्वासोपगतेषु वा महानुभावेषु वा तपस्विषु कृतः पुनः पुनरपकारः स चापि पापकर्माशयः सद्य एव परिपच्यते । यथा नन्दीश्वरः कुमारो मनुष्यपरिणामं हित्वा देवत्वेन परिणतः । तथा नहुषोऽपि देवानामिन्द्रः स्वकं परिणामं हित्वा तिर्यक्त्वेन परिणत इति । तत्र नारकाणां नास्ति दृष्टजन्मवेदनीयः कर्माशयः । क्षीणक्लेशानामपि नास्त्यदृष्टजन्मवेदनीयः कर्माशय इति ॥१२॥
પુણ્ય અને અપુણ્ય (પાપ) રૂ૫ કર્માશય લોભ, મોહ અને ક્રોધથી ઉત્પન્ન થાય છે. એનાં ફળ દષ્ટ (આ) કે અદષ્ટ (આવતા) જન્મમાં અનુભવવાં પડે છે. એમાં જે પુણ્યકર્માશય તીવ્ર વૈરાગ્યપૂર્વક કરેલા મંત્રજપ, તપ, સમાધિથી તેમજ ઈશ્વર, દેવતા, મહર્ષિ, મહાનુભાવોની આરાધનાથી ઉત્પન્ન થયેલો હોય એ તરત પરિપક્વ બનીને ફળ આપે છે. એ રીતે, તીવ્ર ક્લેશપૂર્વક ભયભીત, રોગી, ગરીબ અને વિશ્વાસે રહેલાં પ્રાણીઓ પર અથવા મહાનું પ્રભાવવાળા તપસ્વીઓ પર વારંવાર કરેલો અપકાર એવો કર્ભાશય બનાવે છે, જે જલ્દી ફળ આપે છે. દાખલા તરીકે, કમર નન્દીશ્વર મનુષ્ય પરિણામ ત્યજીને દેવપણામાં પરિણમ્યા. અને નહુષ દેવોનો રાજા ઇન્દ્ર બનીને, એ પરિણામને ત્યાગીને પશુયોનિમાં પરિણમ્યો. નારકીય જીવોનો કર્તાશય દષ્ટજન્મવેદનીય નથી હોતો, અને ક્ષીણક્લેશ મહાત્માઓનો કર્ભાશય અદૃષ્ટજન્મવેદનીય નથી હોતો. ૧૨