________________
પા. ર સૂ. ૧૨ ] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૧૫૯
तत्त्व वैशारदी स्यादेतत्-जात्यायुर्भोगहेतवः पुरुषं क्लिनन्त: क्लेशाः । कर्माशयश्च तथा, न त्वविद्यादयः । तत्कथमविद्यादयः क्लेशा इत्यत आह-क्लेशमूलः कर्माशयो दृष्टादृष्टजन्मवेदनीय: । क्लेशा मूलं यस्योत्पादे च कार्यकरणे च स तथोक्तः । एतदुक्तं भवति-अविद्यादिमूलो हि कर्माशयो जात्यायु गहेतुरित्यविद्यादयोऽपि तद्धेतवोऽत: क्लेशा इति । व्याचष्टे-तत्रेति । आशेरते सांसारिका: पुरुषा अस्मिन्नित्याशयः । कर्मणामाशयो धर्माधर्मों । कामात्काम्यकर्मप्रवृत्तौ स्वर्गादिहेतुर्धर्मो भवति । एवं लोभात्परद्रव्यापहारादावधर्मः । मोहादधर्मे हिंसादौ धर्मबुद्धेः प्रवर्तमानस्याधर्म एव । न त्वस्ति मोहजो धर्मः । अस्ति क्रोधजो धर्मः । तद्यथा ध्रुवस्य जनकापमानजन्मनः कोधात्तज्जिगीषयाहितत्वेन कर्माशयेन पुण्येनान्तरिक्ष-लोकवासिनामुपरि स्थानम् । अधर्मस्तु क्रोधजो ब्रह्मवधादिजन्मा प्रसिद्ध एव भूतानाम्। तस्य द्वैविध्यमाह-स दृष्टजन्मेति । दृष्टजन्मवेदनीयमाह-तीव्रसंवेगेनेति । यथासंख्यं दृष्टान्तावाह-यथा नन्दीश्वर इति । तत्र नारकाणामिति । येन कर्माशयेन कुम्भीपाकादयो नरकभेदाः प्राप्यन्ते तत्कारिणो नारकाः । तेषां नास्ति दृष्टजन्मवेदनीयः कर्माशयः । न हि मनुष्यशरीरेण तत्परिणामभेदेन वा सा तादृशी वत्सरसहस्रादिनिरन्तरोपभोग्या वेदना संभवतीति । शेषं सुगमम् ॥१२॥
ભલે. જન્મ આયુષ્ય અને ભોગ પુરુષને દુઃખ આપતા હોવાથી ક્લેશ કહેવાય. કર્ભાશય એમનું કારણ હોવાથી ક્લેશ કહેવાય. પણ અવિદ્યા વગેરે એવા નથી, તો પછી એમને ક્લેશ કેવી રીતે કહેવાય ? એના જવાબમાં “ક્લેશમૂલ કર્ભાશયો દષ્ટાદષ્ટ જન્મવેદનીયા” એ સૂત્ર રજૂ કરે છે. એમની ઉત્પત્તિ અને કાર્ય કરવાની યોગ્યતામાં ક્લેશો મૂળ તરીકે રહેલા હોય છે. કહેવાનો આશય એ છે કે અવિઘામૂલક કર્ભાશય જન્મ, આયુષ્ય અને ભોગનો હેતુ હોવાથી અવિદ્યા વગેરે પણ ક્લેશો કહેવાય છે. “તત્ર તીવ્રસંવેગેન મંત્ર તપ સમાધિભિઃ.” વગેરેથી આ વિષય સમજાવે છે. સાંસારિક પુરુષો એમાં સૂતેલા રહે છે, માટે એ આશય કહેવાય છે.
ધર્મ અને અધર્મ કર્ભાશય છે. ઇચ્છાપૂર્વક કામ કર્મો કરવાથી સ્વર્ગાદિનો હેતુ ધર્મ ઉત્પન્ન થાય છે. લોભથી બીજાનું ધન છીનવી લેવા વગેરેથી અધર્મ ઉત્પન્ન થાય છે. મોહથી હિંસા વગેરે અધર્મમાં ધર્મબુદ્ધિથી પ્રવર્તતો મનુષ્ય પણ અધર્મ જ કરે છે. ધર્મ કદીપણ મોહથી ઉત્પન્ન થતો નથી. પણ ક્રોધથી ધર્મ ઉત્પન્ન થઈ શકે છે. દાખલા તરીકે, પિતાના અપમાનને કારણે ઉત્પન્ન થયેલા ક્રોધથી ધ્રુવે પિતાનું સ્થાન મેળવવા માટે જે કર્ભાશય ઉત્પન્ન કર્યો, એનાથી એણે અંતરિક્ષ લોકમાં