________________
પા. ૨ સૂ. ૧૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૫૭
એમ ક્લેશોની સ્કૂલ વૃત્તિઓ હળવા વિરોધી પ્રયત્નથી અને સૂક્ષ્મ વૃત્તિઓ મોટા, યુક્તિપૂર્વકના વિરોધી પ્રયત્નથી દૂર થાય એવી હોય છે. ૧૧
तत्त्व वैशारदी अथ क्रियायोगतनूकृतानां क्लेशानां किंविषयात्पुरुषप्रयत्नाद्धानमित्यत आहस्थितानां तु बीजभावोपगतानामिति । अनेन वन्ध्येभ्यो व्यवच्छिनत्ति । सूत्रं पठतिध्यानहेयास्तवृत्तयः । व्याचष्टे-क्लेशानामिति । क्रियायोगतनूकृता अपि हि प्रतिप्रसवहेतुभावेन कार्यतः स्वरूपतश्च शक्या उच्छेत्तुमिति स्थूला उक्ताः । पुरुषप्रयत्नस्य प्रसंख्यानागोचरस्यावधिमाह-यावदिति । सूक्ष्मीकृता इति विवृणोति- दग्धेति । अत्रैव दृष्टान्तमाह- यथा वस्त्राणामिति । यत्नेन क्षालनादिना । उपायेन क्षारसंयोगादिना । स्थूलसूक्ष्मतामात्रतया दृष्टान्तदाान्तिकयोः साम्यं न पुनः प्रयत्नापनेयतया, प्रतिप्रसवहेयेषु तदसंभवात् । स्वल्पः प्रतिपक्ष उच्छेदहेतुर्यासां तास्तथोक्ताः । महान्प्रतिपक्ष उच्छेदहेतुर्यासां तास्तथोक्ताः । प्रतिप्रसवस्य चाधस्तात् क्लेशोच्छेदसाधकं स्यात् प्रसंख्यानमित्यवरतया स्वल्पत्वमुक्तम् ॥११॥
ક્રિયાયોગથી ક્ષીણ બનાવેલા ક્લેશો પુરુષના કેવા પ્રયત્નથી દૂર થાય ? એના જવાબમાં “સ્થિતાનાં તુ બીજભાવોપગતાના”થી કહે છે કે ચિત્તમાં બીજ ભાવે રહેલા ક્લેશો ધ્યાનથી દૂર થાય છે. બીજભાવ પ્રાપ્ત થયેલા એમ કહીને વંધ્યથી ભેદ કહ્યો. “ધ્યાનbયાસ્પદ્ વૃત્તયા” એ સૂત્ર રજૂ કરે છે. “ક્લેશાનાં વા વૃત્તયા...” વગેરે ભાષ્યથી એની વ્યાખ્યા કરે છે. કર્મયોગથી ક્ષીણ બનાવ્યા છે, છતાં કાર્યથી અને સ્વરૂપથી પ્રતિપ્રસવ (કારણમાં લયની) પ્રક્રિયાથી કારણભાવની પ્રાપ્તિ વડે ઉચ્છેદવા યોગ્ય છે, માટે સ્થૂલ કહ્યા. “યાવસૂક્ષ્મીકૃતા...” વગેરેથી પુરુષના ધ્યાનના પ્રયત્નનો અવધિ (મર્યાદા) દર્શાવે છે. સૂક્ષ્મીકૃતાનું વિવરણ દગ્ધબીજ કલ્પા શબ્દથી કરે છે. આ વિષે દેખાત્ત આપે છે, “યથા વસ્ત્રાણા...” વગેરેથી. યત્નથી એટલે ધોવાથી અને ઉપાયથી એટલે ક્ષાર વગેરેના પ્રયોગથી. દષ્ટાન્ત અને એનાથી સમજાવવાની વાતમાં સ્થૂલતા અને સૂક્ષ્મતા માત્રમાં જ સમાનતા છે, પ્રયત્નથી દૂર કરવાની વાતમાં સમાનતા નથી. કારણ કે પ્રતિપ્રસવા (કારણમાં લય)ની પ્રક્રિયા વડે ત્યજવા યોગ્યમાં એનો પ્રયત્નનો) સંભવ નથી. અલ્પ વિરોધી પ્રયત્નથી નષ્ટ થાય એવા ક્લેશોને સ્વલ્પપ્રતિપક્ષ અને વધારે વિરોધી પ્રયત્નથી નષ્ટ કરી શકાય એવા ક્લેશોને મહાપ્રતિપક્ષ કહે છે. પ્રતિપ્રસવ ક્લેશનાશક છે, એમ આગળ કહેવાશે. એની તુલનામાં પ્રસંખ્યાન (ધ્યાન)નું અલ્પપણું કહે છે, કારણ કે એ એનાથી ઊતરતી કક્ષાનું છે. ૧૧