________________
પા. ૨ સૂ. ૧૦] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૧૫૫
નાખનાર વસ્તુ જોઈને ધ્રૂજી ઊઠે છે. એ કંપથી મરણ નજીક છે, એવું અનુમાન કરીને, એનાથી ડરે છે, એવું જોવા મળે છે. દુઃખથી કે દુઃખના હેતુથી ભય થતો જોવા મળે છે. એણે આ જન્મમાં મરણ અનુભવ્યું નથી, એનું અનુમાન કર્યું નથી કે સાંભળ્યું નથી. તેથી આ પહેલાં એનું દુઃખપણું કે દુઃખનો હેતુ હોવાપણું એણે અનુભવ્યું છે, એમ જણાય છે. તેથી એની આવી સ્થિતિની સમજૂતી માટે ફક્ત સ્મૃતિ બાકી રહે છે. એ સ્મૃતિ સંસ્કાર વિના સંભવે નહીં, અને સંસ્કાર અનુભવવિના સંભવે નહીં અને આ જન્મમાં અનુભવ થયો નથી, માટે એ પૂર્વજન્મનો છે, એમ પૂર્વજન્મનો સંબંધ સૂચવાય છે.
યથા ચાય મત્યન્તમૂઢેષુ દશ્યતે...” વગેરે વાક્યમાં તથા શબ્દ યથાની આકાંક્ષા રાખે છે. માટે અર્થના બળે પ્રાપ્ત થતા યથા શબ્દનો પ્રયોગ કરીને જેવો વાક્યર્થ થાય, એ જણાવે છે. અત્યંત મૂઢ એટલે મંદતમ ચેતનાવાળા. “વિજ્ઞાત પૂર્વાપરાન્તસ્યથી વિદ્વત્તા દર્શાવે છે. અંત એટલે કોટી છેડો). પુરુષની પૂર્વ કોટી સંસાર છે અને છેલ્લી કોટી કૈવલ્ય છે. એ બે જેણે શ્રુત અને અનુમાનજ્ઞાનથી જાણ્યાં હોય એ વિદ્વાનું છે. આ મરણત્રાસ કીડાથી માંડીને વિદ્વાન્ સુધી રૂઢ એટલે પ્રસિદ્ધ છે.
- અવિદ્વાનુને મરણત્રાસ ભલે થતો, પણ વિદ્વાનમાં તો એ વિદ્યાથી નષ્ટ થયો હોવાથી સંભવે નહીં. મરણત્રાસ નષ્ટ ન થયો હોય, તો એમાં શુદ્ધસત્ત્વનો ઉદય થયો નથી, એમ કહેવાય. આવા આશયથી “કસ્માત્ ?” એમ પ્રશ્ન પૂછે છે. અને “સમાના હિ તયો . વાસનાઓથી જવાબ આપે છે કે અહીં વિદ્વાથી શ્રુત અને અનુમાન જ્ઞાનવાળો પંડિત સમજવાનો છે, સંપ્રજ્ઞાત સમાધિવાળો મુખ્ય વિદ્વાનું નહીં, એવો ભાવ છે. ૯
ते प्रतिप्रसवहेयाः सूक्ष्माः ॥१०॥ એ સૂક્ષ્મ ફ્લેશો (ચિત્તના) પ્રલય વડે ત્યજવા યોગ્ય છે. ૧૦
भाष्य
ते पञ्च क्लेशा दग्धबीजकल्पा योगिनश्चरिताधिकारे चेतसि प्रलीने सह तेनैवास्तं गच्छन्ति ॥१०॥
એ બળેલા બીજ જેવા પાંચ ક્લેશો, પોતાનો અધિકાર પૂરો થયે યોગીનું ચિત્ત લય પામે એની સાથે જ વિલીન (નષ્ટ) થઈ જાય છે. ૧૦