________________
૧૫૪]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨
સૂ. ૯
श्रुतं वा, प्रागेवास्य दुःखत्वं तद्धेतुत्वं वावगम्यते। तस्मात्तस्य तथाभूतस्य स्मृतिः परिशिष्यते । न चेयं संस्कारादृते । न चायं संस्कारोऽनुभवं विना । न चास्मिञ्जन्मन्यनुभव इति प्राग्भवीय: परिशिष्यत इत्यासीत्पूर्वजन्मसंबन्ध इति ।
तथापदं यथापदमाकाङ्क्षत इत्यर्थप्राप्ते यथापदे सति यादृशो वाक्यार्थो भवति तादृशं दर्शयति-यथा चायमिति । अत्यन्तमूढेषु मन्दतमचैतन्येषु । विद्वत्तां दर्शयति-विज्ञातपूर्वापरान्तस्य । अन्तः कोटिः । पुरुषस्य हि पूर्वा कोटिः संसार उत्तरा च कैवल्यम् । सैव विज्ञाता श्रुतानुमानाभ्यां येन स तथोक्तः । सोऽयं मरणत्रास आ कृमेरा च विदुषो रूढः प्रसिद्ध इति । नन्वविदुषो भवतु मरणत्रासो विदुषस्तु न संभवति विद्ययोन्मूलितत्वात् । अनुन्मूलने वा मरणत्रासस्य स्यादत्यन्तसत्त्वमित्याशयवान्पृच्छति-कस्मादिति । उत्तरमाह-समाना हीति । न संप्रज्ञातवान्विद्वानपि तु श्रुतानुमितविवेक इति भावः ॥९॥
સ્વાભાવિક વાસનાપ્રવાહ રૂપે વહેતો, વિદ્યામાં સમાનપણે રૂઢ થયેલો જીવન-પ્રેમ અભિનિવેશ છે. “સર્વસ્ય પ્રાણિનઃ...” વગેરેથી અભિનિવેશ શબ્દનો અર્થ સમજાવે છે. આ આત્માશી એટલે પોતાના વિષે પ્રાર્થના કે ન હોઉં એવું નહીં એટલે હું અભાવને પ્રાપ્ત ન થાઉં, રહું એટલે જીવતો રહું, એ બધાં પ્રાણીઓમાં દેખાય છે. જે જજુએ મરણધર્મ અનુભવ્યો ન હોય, એને આ પોતાના વિષેની ઇચ્છા, અભિનિવેશ કે મરણભય હોઈ શકે નહીં. પ્રાસંગિક હોવાથી જન્માતરમાં ન માનનારા નાસ્તિકમતનું નિરાકરણ કરે છે, “એતયા ચ” વગેરેથી. નવું ઉત્પન્ન થયેલું શરીર સૌને પ્રિય હોય છે, તેથી પૂર્વજન્મનો અનુભવ સૂચિત થાય છે. અપૂર્વ શરીર, ઈન્દ્રિયો, બુદ્ધિ અને સંવેદનાઓના સંઘાતરૂપ જીવન સાથે સંબંધ થાય એ જન્મ છે. એનો અનુભવ એટલે પ્રાપ્તિ સૂચિત થાય છે. “સ ચાયમભિનિવેશઃ...” વગેરેથી આમ શાથી થાય છે, એનો જવાબ આપે છે. એ આ અભિનિવેશ એમ અર્થેથી એનું ક્લેશપણું કહે છે. એ અહિત કરીને જીવોને દુ:ખ આપે છે, માટે ક્લેશ કહેવાય છે. “સ્વરસવાહી..” વગેરેથી શરૂ કરેલી વાત પૂરી કરે છે. સ્વભાવથી વાસનારૂપે વહનશીલ છે, આગન્તુક નથી. તરત જન્મેલા કૃમિનું જીવન ઘણાં દુઃખોવાળું અને નિમ્નતમ ચેતનાવાળું છે, છતાં એ મૃત્યુથી ડરે છે. “પ્રત્યક્ષાનુમાનાગમૈરસંભાવિતઃ...” વગેરેથી આગન્તુક ન હોવાનું કારણ દર્શાવે છે. તરત જન્મેલામાં પ્રત્યક્ષ, અનુમાન કે આગમથી મરણભય જાણવો સંભવિત નથી, માટે સંપાદિત કરેલો નથી. એ મરણનો ત્રાસ “મારો ઉચ્છેદ થશે” એવી દૃષ્ટિરૂપ છે, અને પૂર્વજન્મમાં અનુભવેલા મરણદુઃખનું અનુમાન કરાવે છે. ભાવ એ છે કે તરત જન્મેલું બાળક મારી