________________
પા. ૨ સૂ. ૯] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૧૫૩
બધાં પ્રાણીઓમાં પોતાના વિષે એવી નિત્ય ઇચ્છા (પ્રાર્થના) હોય છે કે હું ન હોઉં એમ નહીં, હું હંમેશ રહું અને જેમણે મરણધર્મ ન અનુભવ્યો હોય એવાં પ્રાણીઓમાં પોતાના વિષે આવી ઇચ્છા હોઈ શકે નહીં. આ ઈચ્છાથી પૂર્વજન્મનો અનુભવ જણાય છે.
આ અભિનિવેશ નામનો ક્લેશ સ્વાભાવિક વાસના પ્રવાહરૂપ હોવાથી તરત જન્મેલા કીડામાં પણ જોવામાં આવે છે. એ પ્રત્યક્ષ, અનુમાન કે આગમથી જાણ્યો હોય એ સંભવિત નથી. “મારો ઉચ્છેદ (અંત) થઈ જશે.” એવી દષ્ટિરૂપ આ મરણનો ત્રાસ પૂર્વજન્મમાં અનુભવેલા મરણ દુઃખનું અનુમાન કરાવે છે.
આ ક્લેશ જેમ અત્યંત મૂઢ પ્રાણીઓમાં દેખાય છે, એમ જીવનના પહેલા અને છેલ્લા છેડાને જાણનાર વિદ્વાનમાં પણ રૂઢ થયેલો છે. કેમ ? કારણ કે કુશળ અને અકુશળ બંનેમાં મરણદુઃખના અનુભવથી જન્મેલી વાસના એકસરખી રીતે રહેલી છે. ૯
तत्त्व वैशारदी स्वरसवाही विदुषोऽपि तथा रूढोऽभिनिवेशः । अभिनिवेशपदार्थं व्याचष्टेसर्वस्य प्राणिन इति । इयमात्माशीरात्मनि प्रार्थना मा न भूवं माऽभावी भूवं, भूयासं जीव्यासमिति । न चाननुभूतमरणधर्मकस्य, अननुभूतो मरणधर्मो येन जन्तुना न तस्यैषा भवत्यात्माशीरभिनिवेशो मरणभयम् । प्रसङ्गतो जन्मान्तरं प्रत्याचक्षाणं नास्तिकं निराकरोति-एतया चेति । प्रत्युदितस्य शरीरस्य ध्रियमाणत्वात्पूर्वजन्मानुभवः प्रतीयते । निकायविशिष्टाभिरपूर्वाभिदेहेन्द्रियबुद्धिवेदनाभिरभिसंबन्धो जन्म तस्यानुभवः प्राप्तिः सा प्रतीयते । कथमित्यत आह- स चायमभिनिवेशः । अर्थोक्तावेवास्य क्लेशत्वमाहक्लेश इति । अयमहितकर्मादिना जन्तून् क्लिश्नाति दुःखाकरोतीति क्लेशः । वक्तुमुपक्रान्तं परिसमापयति- स्वरसवाहीति । स्वभावेन वासनारूपेण वहनशीलो न पुनरागन्तुकः । कृमेरपि जातमात्रस्य दुःखबहुलस्य निकृष्टतमचैतन्यस्य । अनागन्तुकत्वे हेतुमाह- प्रत्यक्ष इति । प्रत्यक्षानुमानागमैः प्रत्युदिते जन्मन्य-संभावितोऽसंपादितो मरणत्रास उच्छेदयष्टात्मकः पूर्वजन्मानुभूतं मरणदुःखमनुमापयति । अयमभिसंधिःजातमात्र एव हि बालको मारकवस्तुदर्शनाद्वेपमानः कम्पविशेषा-दनुमितमरणप्रत्यासत्तिस्ततो बिभ्यदुपलभ्यते । दुःखाहुःखहेतोश्च भयं दृष्टम् । न चास्मिञ्जन्मन्यनेन मरणमनुभूतमनुमितं