________________
१५२ ]
પતંજલિનાં યોગસૂત્રો
दुःखानुशयी द्वेषः ॥८ ॥
દુઃખ સાથે રહેનાર દ્વેષ છે. ८
भाष्य
[पा. २ सू. ८
दुःखाभिज्ञस्य दुःखानुस्मृतिपूर्वो दुःखे तत्साधने वा यः प्रतिघो मन्युर्जिघांसा क्रोधः स द्वेष इति ॥८॥
દુઃખ અનુભવી ચૂકેલો, દુઃખનું સ્મરણ કરી દુઃખમાં કે એના સાધનમાં જે પ્રતિઘાત, મન્યુ કે મારી નાખવાની ઇચ્છા કરે એને ક્રોધ કે દ્વેષ કહે છે. ૮ तत्त्ववैशारदी
दुःखानुशयी द्वेषः । दुःखाभिज्ञस्येति पूर्ववद्व्याख्येयम् । अनुशयिपदार्थमाहयः प्रतिघ इति । प्रतिहन्तीति प्रतिघः । एतदेव पर्यायैर्विवृणोति- मन्युरिति ॥८॥ દુઃખ સાથે વસનાર દ્વેષ છે. દુઃખને જાણનાર વગેરે પહેલાંની જેમ વ્યાખ્યા કરવી. ‘યઃ પ્રતિઘઃ”થી અનુશયી શબ્દનો અર્થ કહે છે. પ્રતિહિંસાની ભાવના પ્રતિધ છે. મન્યુ વગેરેથી એનું જ વિવરણ કરે છે. ૮
स्वरसवाही विदुषोऽपि तथा रूढोऽभिनिवेश: ॥ ९ ॥
સ્વભાવથી વાસનારૂપે વહેતો અને વિદ્વાનમાં પણ સમાનરીતે રૂઢ થયેલો જીવનપ્રત્યેનો પ્રેમ અભિનિવેશ છે. ૯
भाष्य
सर्वस्य प्राणिन इयमात्माशीर्नित्या भवति मा न भूवं भूयासमिति । न चाननुभूतमरणधर्मकस्यैषा भवत्यात्माशीः । एतया च पूर्वजन्मानुभव: प्रतीयते । स चायमभिनिवेशः क्लेशः स्वरसवाही, कृमेरपि जातमात्रस्य प्रत्यक्षानुमानागमैरसंभावितो मरणत्रास उच्छेददृष्ट्यात्मकः पूर्वजन्मानुभूतं मरणदुःखमनुमापयति ।
यथा चायमत्यन्तमूढेषु दृश्यते क्लेशस्तथा विदुषोऽपि विज्ञातपूर्वापरान्तस्य रूढः । कस्मात् ? समाना हि तयोः कुशलाकुशलयोर्मरणदुःखानुभवादियं वासनेति ॥९॥