________________
પા. ૨ સૂ ] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૫૧
સ્વરૂપ કે સદા વિશુદ્ધિ, શીલ એટલે ઉદાસીનતા. વિદ્યા એટલે ચૈતન્ય. બુદ્ધિ અવિશુદ્ધ, અનુદાસીન અને જડ છે. એમાં આત્મબુદ્ધિ થવી અવિદ્યા છે. મોહ એટલે પહેલાંની અવિઘાથી ઉત્પન્ન થયેલો સંસ્કાર અથવા અંધકાર, કારણ કે અવિદ્યા તમોગુણાત્મક છે. ૬
सुखानुशयी रागः ॥७॥ સુખ સાથે રહેનાર રાગ છે. ૭
भाष्य सुखाभिज्ञस्य सुखानुस्मृतिपूर्वः सुखे तत्साधने वा यो गर्धस्तृष्णा लोभः स राग इति ।।७।।
સુખને જાણનારનો, સુખનું સ્મરણ કરીને સુખ માટે કે એના સાધન માટે ગઈ, તૃષ્ણા કે લોભ રાગ છે. ૭
तत्त्व वैशारदी विवेकदर्शने रागादीनां विनिवृत्तेरविद्यापादितास्मिता रागादीनां निदानमित्यस्मितानन्तरं रागादीलक्षयति-सुखानुशयी राग: । सुखानभिज्ञस्य स्मृतेरभावात्सुखाभिज्ञस्येत्युक्तम् । स्मर्यमाणे सुखे राग: सुखानुस्मृतिपूर्वकः । अनुभूयमाने तु सुखे नानुस्मृतिमपेक्षते । तत्साधने तु स्मर्यमाणे दृश्यमाने वा सुखानुस्मृतिपूर्व एव रागः । दृश्यमानमपि हि सुखसाधनं तज्जातीयस्य सुखहेतुतां स्मृत्वा तज्जातीयतया वास्य सुखहेतुत्वमनुमायेच्छति । अनुशयिपदार्थमाह - य इति ॥७॥
વિવેકદર્શન થતાં રાગ વગેરે નિવૃત્ત થાય છે. તેથી અવિઘાએ ઉત્પન્ન કરેલી અસ્મિતા રાગ વગેરેનું નિદાન (કારણ) છે, માટે અમિતા પછી રાગ વગેરેનાં લક્ષણ કહે છે : “સુખાનુશીરાગ” સુખ સાથે રહેનાર રાગ છે. સુખને ન જાણનાર એનું સ્મરણ ન કરી શકે તેથી “સુખાભિજ્ઞસ્ય” એમ કહ્યું. સુખનું સ્મરણ થતાં એની સ્મૃતિપૂર્વક રાગ ઉત્પન્ન થાય છે. સુખ અનુભવાતું હોય ત્યારે મૃતિની અપેક્ષા નથી. એના સાધનનું સ્મરણ કે દર્શન થતાં સુખની સ્મૃતિપૂર્વક જ એમાં રાગ થાય છે. સુખનું સાધન દેખાતું હોય ત્યારે પણ એની જાતિનાં સુખનાં સાધનોનું સુખનાં કારણો તરીકે સ્મરણ કરીને કે અનુમાન કરીને પછી એમની ઇચ્છા કરે છે. “યો ગઈ તૃષ્ણા લોભ:” વગેરેથી અનુશથી શબ્દનો અર્થ કહે છે. ૭