________________
૧૫૦]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૬
अविद्यामुक्त्वा तस्याः कार्यमस्मितां रागादिवरिष्ठामाह-दृग्दर्शन-शक्त्योरेकात्मतेवास्मिता । दृक्चदर्शनं च ते एव शक्ती तयोरात्मानात्मनोरनात्मन्यात्मज्ञानलक्षणाविद्यापादिता यैकात्मतेव न तु परमार्थत एकात्मता साऽस्मिता । दृग्दर्शनयोरिति वक्तव्ये तयोर्भोक्तृभोग्ययोर्योग्यतालक्षणं संबन्धं दर्शयितुं शक्तिग्रहणम् । सूत्रं विवृणोतिपुरुष इति । नन्वनयोरभेदप्रतीतेरभेद एवं कस्मान्न भवति कुतश्चैकत्वं क्लिश्नति पुरुषमित्यत आह- भोक्तभोग्येति । भोक्तृशक्तिः पुरुषो भोग्यशक्तिर्बुद्धिस्तयोरत्यन्तविभक्तयोः । कुतोऽत्यन्तविभक्तत्वमित्यत आह-अत्यन्तासंकीर्णयोः । अपरिणामित्वादिधर्मकः पुरुषः परणामित्वादिमिका बुद्धिरित्यसंकीर्णता । तदनेन प्रतीयमानोऽप्यभेदो न पारमार्थिक इत्युक्तम् । अविभागेति क्लेशत्वमुक्तम् । अन्वयं दर्शयित्वा व्यतिरेकमाह-स्वरूपेति । प्रतिलम्भो विवेकख्यातिः । परस्याप्येतत्संमतमित्याह तथाचोक्तं पञ्चशिखेन बुद्धित इति । आकारः स्वरूपं सदा विशुद्धिः । शीलमौदासीन्यम्। विद्या चैतन्यम् । बुद्धिरविशुद्धानुदासीना जडा चेति तत्रात्मबुद्धिरविद्या । मोहः पूर्वाविद्याजनित: संस्कारस्तमो वाऽविद्यायास्तामसत्वादिति ।।६।।
- અવિદ્યાવિષે કહ્યા પછી, એના કાર્યરૂપ અને રાગવગેરેમાં સૌથી વધુ મહત્ત્વની અસ્મિતાને “દગ્દર્શન..” વગેરે સૂત્રથી કહે છે. દફ અને દર્શન એ બે શક્તિઓ છે. એ આત્મા અને અનાત્મામાંથી અનાત્મામાં આત્મબુદ્ધિના લક્ષણવાળી, અવિદ્યાએ ઉત્પન્ન કરેલી જે એકરૂપતા-ખરેખર જે એકરૂપતા નથી- એ અસ્મિતા છે. ફક્ત દૂફ અને દર્શન કહેવાને બદલે, એ બેમાં ભોક્તા અને ભોગ્ય બનવાની યોગ્યતારૂપ સંબંધને દર્શાવવા માટે શક્તિ શબ્દનું ગ્રહણ કર્યું છે. “પુરુષો દફશક્તિઃ ...” વગેરેથી સૂત્રનું વિવરણ કરે છે.
આ બેમાં અભેદની પ્રતીતિ થવાના કારણે અભેદ જ કેમ નથી અને એ બેનું એ કત્વ પુરુષને કેમ દુઃખ આપે છે ? એના જવાબમાં
ભોકભોગ્યશજ્યોરત્યન્તવિભક્તયો ...” વગેરેથી કહે છે કે ભોક્તશક્તિ પુરુષ અને ભોગ્યશક્તિ બુદ્ધિ એ બે અત્યંત ભિન્ન છે. શાથી અત્યંત ભિન્ન છે? એના જવાબમાં “અત્યંતાસંકીર્ણયો ..” વગેરેથી કહે છે કે અપરિણામીપણું વગેરે ધર્મોવાળો પુરુષ અને પરિણામીપણું વગેરે ધર્મોવાળી બુદ્ધિ, એમ એ બે અત્યંત અસંકીર્ણ (મિશ્રણ ન થઈ શકે એવાં) છે. આનાથી પ્રતીત થતો હોવા છતાં અભેદ સાચો નથી. “અવિભાગમાંથી ક્લેશપણું કહ્યું. “સ્વરૂપ પ્રતિભંભે તુ” વગેરેથી અન્વય દર્શાવીને વ્યતિરેક કહે છે. પ્રતિસંભ એટલે વિવેકખ્યાતિ. બીજા આચાર્યો પણ આ વિષયમાં સંમત છે, એમ દર્શાવવા “તથા ચોક્તમ્” વગેરેથી પંચશિખાચાર્યનું “બુદ્ધિતઃ પર પુરુષમ્..” વગેરે વચન ટાંકે છે. આકાર એટલે