________________
પા. ૨ સૂ. ૬] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [ ૧૪૯
વિરોધી મિથ્યાજ્ઞાનનો અર્થ સ્વીકારવો જોઈએ, એવો ભાવ છે. “યથા નામિત્રઃ મિત્રાભાવઃ” વગેરેથી કહે છે કે અમિત્ર શબ્દથી મિત્રનો અભાવ કે મિત્રમાત્ર અર્થ થતો નથી પણ બીજી વસ્તુ એટલે કે મિત્રનો વિરોધી શત્રુ એવો અર્થ થાય છે. તેમજ અગોષ્પદમ્ નો અર્થ ગાયના પગનો અભાવ કે ગોષ્પદમાત્ર અર્થ થતો નથી, પણ ગોદથી વિરુદ્ધ મોટો પ્રદેશ એમ ગોષ્પદના અભાવ અને ગોષ્પદથી બીજી જ વસ્તુ સ્વીકારાય છે, એમ “એવમ્” વગેરેથી બીજી જ વસ્તુ સ્વીકારાય છે, એમ “એવમ્” વગેરેથી દૃષ્ટાન્તથી પ્રતિપાઘ વિષયમાં ઘટાવે છે કે અવિઘા શબ્દથી વિદ્યાનો અભાવ કે વિદ્યામાત્ર નહીં પણ વિદ્યાથી વિપરીત બીજું (મિથ્યા) જ્ઞાન સમજવું જોઈએ. ૫
दृग्दर्शनशक्त्योरेकात्मतेवास्मिता ॥६॥
દશક્તિ અને દર્શનશક્તિ જાણે કે એકરૂપ હોય એમ ભાસે એ અસ્મિતા છે. ૬
भाष्य
पुरुषो दृक्शक्तिर्बुद्धिर्दर्शनशक्तिरित्येतयोरेकस्वरूपापत्तिरिवास्मिता क्लेश उच्यते । भोक्तृभोग्यशक्त्योरत्यन्तविभक्तयोरत्यन्तासंकीर्णयोरविभागप्राप्ताविव सत्यां भोगः कल्पते, स्वरूपप्रतिलम्भे तु तयोः कैवल्यमेव भवति कुतो भोग इति । तथा चोक्तम् - बुद्धितः परं पुरुषमाकारशीलविद्यादिभिर्विभक्तमपश्यन्कुर्यात्तत्रात्मबुद्धि मोहेनेति ॥६॥
પુરુષ દક્તિ છે અને બુદ્ધિ દર્શનશક્તિ છે. એ બેની જાણે કે એકસ્વરૂપતા જણાય એ અસ્મિતા ક્લેશ કહેવાય છે. ભોકતૃશક્તિ અને ભોગ્યશક્તિ અત્યંત ભિન્ન છે, અને પરસ્પરથી તદ્દન અસંકીર્ણ (જુદી) છે. છતાં જાણે કે એ બે એક હોય એમ જણાય, ત્યારે ભોગ શક્ય બને છે. સ્વરૂપ લાભ થયા પછી તો એ બંનેનું કૈવલ્ય જ થાય છે, પછી ભોગ ક્યાંથી થાય ? આ વિષે કહ્યું છે : - “આકાર, શીલ, વિદ્યા વગેરે વડે બુદ્ધિથી ૫૨ રહેલો પુરુષ એનાથી જુદો છે, એને ન જોતાં મોહને કારણે એમાં આત્મબુદ્ધિ કરે છે.”૬
तत्त्व वैशारदी