________________
૧૪૮]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૫
છે. “તથા અનાત્મનિ આત્મખ્યાતિ...” વગેરે સુગમ છે. “તર્થતદત્રોક્ત”થી પંચશિખાચાર્યે કહેલું વચન ટાંકે છે - “વ્યક્ત એટલે સ્ત્રીપુત્રપશુ વગેરે ચેતન અને અવ્યક્ત એટલે શયા, આસન વગેરે અચેતન.” એ બધા અપ્રતિબુદ્ધ, મૂઢ છે.
ચાર પદ એટલે સ્થાનો છે, માટે અવિદ્યા ચતુષ્પદા કહેવાય છે. પણ બીજાં પણ દિશાભ્રમ, અલાતચક્ર (ગતિપૂર્વક મશાલ ફેરવવાથી ચક્રાકાર દેખાતો પ્રકાશ) વગેરે વિષયોવાળી અનંત સ્થાનોવાળી અવિદ્યા છે. તો ચાર પદવાળી કેમ કહી ? એના જવાબમાં “મૂલમસ્ય ક્લેશસંતાનસ્ય”... વગેરેથી કહે છે કે ભલે બીજી પણ ઘણી અવિઘાઓ (બ્રમો) હશે. પણ સંસારનું બીજ તો આ ચતુષ્પદા અવિદ્યા જ છે.
અવિદ્યા શબ્દમાં (ન-વિદ્યા=અ-વિદ્યા) એવો નમ્ સમાસ અમલિકની જેમ પૂર્વપદાર્થપ્રધાન, અથવા ઉત્તરપદાર્થપ્રધાન અરાજપુરુષની જેમ હોઈ શકે. અથવા અન્યપદાર્થપ્રધાન અમલિકો દેશઃ એમ પણ હોઈ શકે. અહીં જો પૂર્વપદાર્થપ્રધાન માનીએ તો વિદ્યાનો અભાવ એમ પ્રસક્તનો પ્રતિષેધ થાય. પણ એ ક્લેશ વગેરેનું કારણ નથી. ઉત્તરપદાર્થપ્રધાન માનીએ તો વિદ્યા જ કોઈ અભાવ (ખામી)થી વિશિષ્ટ એવો અર્થ થાય. અને એ ક્લેશ વગેરેની વિરોધી છે, એમનું બીજ નથી. પ્રધાન વસ્તુને હણે એવો પ્રધાનનો ગુણ હોય છે, એમ માનવું અયોગ્ય છે. એવો હણનાર ગુણ નહીં હણે એવી કલ્પના તર્કવિરુદ્ધ છે. તેથી વિદ્યાના સ્વરૂપનો નાશ ન થાય એ માટે નગ રૂપ નિષેધનો બીજો અર્થ કરવો કે અધ્યાહારથી મેળવવો એ પણ અયોગ્ય છે, કારણ કે એ રીતે પણ નિષેધ્ય (વિદ્યા)નો નિષેધ થતો રોકી શકાય નહીં.
અન્યપદાર્થપ્રધાન સમાસ માનીએ તો વિદ્યા વિનાની બુદ્ધિ કે ખામીવાળી બુદ્ધિ એવો અર્થ થાય. અને વિદ્યાના અભાવવાળી બુદ્ધિ લેશોનું બીજ બની શકે નહીં. કારણ કે વિવેકખ્યાતિપૂર્વક, નિરોધસંપન્ન બુદ્ધિને પણ ક્લેશોનું બીજ માનવી પડે. આમ દરેક રીતે વિચારતાં અવિદ્યા ક્લેશાદિનું મૂળ સિદ્ધ થતી નથી. આ આશંકાના નિરાકરણ માટે “તસ્યાશામિત્ર..” વગેરેથી કહે છે કે અવિદ્યા વસ્તુસતત્ત્વ છે. વસ્તુનો ભાવ વસ્તુસતત્ત્વ કે વસ્તુત્વ કહેવાય છે. તેથી અહીં પ્રસજય પ્રતિષેધ નથી, વિદ્યા જ અવિદ્યા નથી, કે એના અભાવવાળી બુદ્ધિ પણ નથી. પરંતુ વિદ્યાવિરુદ્ધ વિપર્યય(મિથ્યા)જ્ઞાન અવિદ્યા છે, એમ કહ્યું. લોકોના નિર્ણયને આધીન શબ્દ અને અર્થનો સંબંધ હોય છે. લોકમાં ઉત્તરપદાર્થપ્રધાન નગુનો પણ ઉત્તરપદથી કહેવાતા અર્થના ઉપમર્દનપૂર્વક એનાથી લક્ષિત એના વિરોધીપરકનો અર્થ સ્વીકારાય છે, એમ અહીં પણ અવિદ્યા શબ્દથી વિદ્યાના