________________
પા. ર સૂ. ૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૪૭
विद्येत्युक्तम्। लोकाधीनावधारणो हि शब्दार्थयोः संबन्धः । लोके चोत्तरपदार्थप्रधानस्यापि नब उत्तरपदाभिधेयोपमर्दकस्य तल्लक्षिततद्विरुद्धपरतया तत्र तत्रोपलब्धेरिहापि तविरुद्धे वृत्तिरिति भावः । दृष्टान्तं विभजते- यथा नामित्र इति । न मित्राभावो नापि मित्रमात्रमित्यस्यानन्तरं वस्त्वन्तरं, किंतु तद्विरुद्धः सपत्न इति वक्तव्यम् । तथाऽगोष्पदमिति न गोष्पदाभावो न गोष्पदमानं किं तु देश एव विपुलो गोष्पदविरुद्धस्ताभ्यामभावगोष्पदाभ्यामन्यद्वस्त्वन्तरम् । दार्टान्तिके योजयति-एवमिति ॥५।।
અનિત્ય, અશુચિ, દુઃખ અને અનાત્મામાં નિત્ય, શુચિ, સુખ અને આત્મખ્યાતિ અવિદ્યા છે. “કાર્ય” એ અનિત્યપણાનું ઉપયોગી વિશેષણ છે. કેટલાક લોકો ભૂતોને (પૃથ્વી વગેરે પાંચ મહાભૂતોને) નિત્ય માનીને એમના રૂપને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી એમને જ ઉપાસે છે. એમ ચંદ્ર, સૂર્ય, તારા, ઘુલોકને નિત્ય માનીને એમની પ્રાપ્તિ માટે ધૂમાદિ માર્ગોને ઉપાસે છે. એમ ઘુલોકવાસી દેવોને અમર માનીને એમના રૂપની પ્રાપ્તિ માટે સોમરસ પીએ છે. “અમે સોમ પીધો અને અમર બન્યા” (ઋગ્વદ, ૮.૪૮.૩) એવો આમ્નાય છે. આવી અનિત્યોમાં નિત્યબુદ્ધિ, અવિદ્યા છે. “તથા અશુચૌ પરમબીભત્સ કાય” એમ અડધેથી જ કાયાની બીભત્સતા દર્શાવતાં, વ્યાસની ગાથાનો ઉલ્લેખ કરે છે - “સ્થાન એટલે માનું મૂત્રવગેરેથી ખરડાયેલું પેટ. માતાપિતાનાં લોહી અને વીર્ય બીજ છે. ખાધેલા, પીધેલા આહારનો રસ વગેરે ભાવે પરિણામ ઉપખંભ છે. એનાથી શરીર ધારણ કરાય છે. નિષ્પદ એટલે પરસેવો. અને મૃત્યુ શ્રોત્રિયના શરીરને પણ અપવિત્ર બનાવે છે. એને સ્પર્શીને સ્નાન કરવું જોઈએ એવું વિધાન છે.
- જો શરીર અશુચિ હોય તો માટી, પાણી વગેરેથી ધોવાની શી જરૂર ? એના જવાબમાં “આધેય શૌચત્વાત”થી કહે છે કે સ્વભાવે અપવિત્ર એવા શરીરનું શૌચ(પવિત્રતા) કરવું જોઈએ, જેમ સ્ત્રીઓના શરીરને અંગરાગથી સુગંધિત બનાવવામાં આવે છે. અડધી વાત “ઇત્યશુચૌ...” વગેરેથી પૂરી કરે છે. આમ કહ્યાં એવાં કારણોથી અશુચિ શરીરમાં શુચિ બુદ્ધિ સમજવી જોઈએ. શુચિખ્યાતિવિષે કહે છે, “નવેવ શશાંકલેખા..” વગેરેથી - હાવ એટલે શૃંગારથી થતી લીલા. “ક” એટલે પરમ બીભત્સ સ્ત્રી શરીરનો, “કેન” એટલે તદન ઓછી સમાનતાવાળાં ચંદ્રલેખા વગેરે સાથે સંબંધ. “એતેન” એટલે સ્ત્રી શરીરમાં શુચિખ્યાતિ દર્શાવીને, અપુણ્ય હિંસા વગેરેમાં (યજ્ઞપશુને) સંસારથી મુક્ત કરાય છે, વગેરે રૂપ પુણ્યબુદ્ધિ દર્શાવી. એ રીતે કમાવું, રક્ષણ કરવું વગેરે ઘણાં દુઃખોવાળા અનર્થ રૂપ ધન વગેરેમાં અર્થબુદ્ધિ સમજાવાઈ ગઈ. આ બધાં જુગુપ્સા (ધૃણા) પ્રેરક હોવાથી અશુચિ કહ્યાં છે. “તથા દુઃખે સુખખ્યાતિ” વગેરે સુગમ