________________
૧૪૦ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૪
છે. આવા યોગીમાં જ લેશોની પાંચમી દગ્ધબીજ અવસ્થા હોય છે, બીજામાં નહીં. ત્યારે ક્લેશો હોય છે, પણ એમની બીજશક્તિ બળી ગઈ હોવાથી વિષય સંમુખ ઉપસ્થિત થાય, તો પણ એમનો પ્રબોધ થતો નથી, માટે એમની પ્રસુતિ કરી અને બળેલા બીજનું અંકુરણ ન થાય એમ પણ કહ્યું.
ક્ષીણ ક્લેશોવિષે કહે છે : વિરોધી ભાવનાથી હણાયેલા લેશો ક્ષીણ (ઓછા) થાય છે. અને છેદાઈ છેદાઈને ફરી પાછા એજ રૂપે પ્રગટ થઈને પોતાને અનુરૂપ આચરણ કરે છે, એ વિચ્છિન્ન છે. કેવી રીતે? રાગ વખતે ક્રોધ દેખાતો નથી. રાગ પ્રવર્તતો હોય એ સમયે ક્રોધ પોતાનું કામ કરતો નથી. અને રાગ કોઈ એક વિષયમાં દેખાતો હોય, ત્યારે બીજા વિષયમાં નથી એમ નથી. પરંતુ રાગની વૃત્તિને પ્રવર્તવાનો ત્યાં અવકાશ છે, અને અન્યત્ર ભવિષ્યમાં પ્રવૃત્ત થઈ શકે. એ વખતે એ રાગ પ્રસુપ્ત, ઓછો અને વિચ્છિન્ન થાય છે. વિષયમાં જેને અવકાશ મળ્યો હોય એ ઉદાર છે.
આ બધા ક્લેશના સ્વરૂપનું અતિક્રમણ કરતા નથી. (જો આ બધા જ એક ક્લેશરૂપ હોય તો) એને સૂતેલો, ક્ષીણ થયેલો, વિચ્છિન્ન અને ઉદાર એવાં જુદાં નામ આપવાનો શો અર્થ છે ? વાત સાચી છે. પરંતુ એમની પોતપોતાની ખાસિયતોને કારણે એમને વિચ્છિન્ન વગેરે કહેવાય છે. જેમ વિરોધી ભાવના કેળવવાથી ક્લેશ નિવૃત્ત થાય છે, એમ એને અભિવ્યક્ત કરનાર કારણ વડે એ પ્રગટ થાય છે આ બધા ક્લેશ અવિદ્યાના ભેદો છે. કેમ ? કારણ કે એ બધામાં અવિદ્યા જ (આંતર-પ્રવાહ તરીકે) વહે છે. અવિદ્યાવડે જે વસ્તુ પર જે ક્લેશનો આકાર આરોપ્યો હોય એ આકારનો જ ક્લેશ દેખાય છે, અને વિપર્યાસ (મિથ્યા) જ્ઞાનના સમયે ઉપલબ્ધ થાય છે, અને અવિદ્યા ક્ષીણ થતાં નષ્ટ થાય છે. ૪
तत्त्व वैशारदी हेयानां क्लेशानामविद्यामूलत्वं दर्शयति- अविद्या क्षेत्रमुत्तरेषां प्रसुप्ततनुविच्छिनोदाराणाम् । तत्र का प्रसुप्तिरिति । स्वोचितामर्थक्रियामकुर्वतां क्लेशानां सद्भावे न प्रमाणमस्तीत्यप्यभिप्रायः पृच्छतः । उत्तरमाह-चेतसीति । मा नामार्थक्रियां कार्युः क्लेशा विदेहप्रकृतिलयानाम्, बीजभावं प्राप्तास्तु ते शक्तिमात्रेण सन्ति क्षीर