________________
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૪
।
पृच्छति—अथेति । अविद्येति सूत्रेण परिहारः । अविद्यास्मितारागद्वे- षाभिनिवेशा: पञ्च क्लेशाः । व्याचष्टे - पञ्च विपर्यया इति । अविद्या तावद्विपर्यय एव । अस्मितादयोऽप्यविद्योपादानास्तदविनाभाववर्तिन इति विपर्ययाः । ततश्चाविद्यासमुच्छेदे तेषामपि समुच्छेदो युक्त इति भावः । तेषामुच्छेत्तव्यताहेतुं संसारकारणत्वमाह- ते इति । स्यन्दमानाः समुदाचरन्तो गुणानामधिकारं दृढ्यन्ति बलवन्तं कुर्वन्त्यत एव परिणाममवस्थापयन्ति अव्यक्तमहदहंकारपरम्परया हि कार्यकारणस्रोत उन्नमय -- त्युद्भावयन्ति । यदर्थं सर्वमेतत्कुर्वन्ति तद्दर्शयति- परस्परेति । कर्मणां विपाको जात्यायुर्भोगलक्षणः पुरुषार्थस्तममी क्लेशा अभिनिर्हरन्ति निष्पादयन्ति । किं प्रत्येकं નિષ્કાન્તિ, નેત્યાદ-પરસ્પરાનુપ્રòતિ। મંમિ: જ્ઞેશા: વક્તેશૈધ ર્માળીતિ "રૂા
૧૩૮]
“અથ..” વગેરેથી પૂછે છે, અને “અવિઘાડસ્મિતા” વગેરે સૂત્રથી જવાબ આપે છે કે અવિઘા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ પાંચ ક્લેશો છે. “પંચ વિપર્યયા...' વગેરેથી સમજાવે છે. અવિદ્યા વિપર્યય જ છે. અસ્મિતા વગેરે પણ અવિદ્યાના ઉપાદાન(મૂળ કારણ)થી ઉત્પન્ન થયેલા હોવાથી, એના વિના ટકી શકે એવા ન હોવાથી વિપર્યયો છે. તેથી અવિદ્યાનો નાશ થતાં એમનો પણ ઉચ્છેદ થાય એ યોગ્ય છે, એવો ભાવ છે. “તે સન્દમાનાઃ” વગેરેથી એમનો શા માટે નાશ કરવો જોઈએ, એના હેતુ તરીકે એમનું સંસારનું કારણપણું કહે છે. સ્કન્દમાન એટલે કાર્યશીલ બનીને ગુણોના અધિકારને દૃઢ કે બળવાન બનાવે છે, અને તેથી પરિણામ ઉત્પન્ન કરે છે. અવ્યક્ત, મહત્, અહંકાર વગેરેની પરંપરાથી કાર્યકારણના પ્રવાહનો ઉદ્ભવ કરે છે. જેને માટે આવું બધું કરે છે, એ દર્શાવે છે. જન્મ, આયુષ્ય, અને ભોગ પુરુષ માટે છે, એમને આ ક્લેશો ઉત્પન્ન કરે છે. શું પ્રત્યેક સ્વતંત્રપણે ઉત્પન્ન કરે છે ? જવાબમાં ના કહે છે. પરસ્પર સહયોગથી એટલે કર્મોથી ક્લેશો અને ક્લેશોથી કર્મો ઉત્પન્ન થાય છે. ૩
अविद्या क्षेत्रमुत्तरेषां प्रसुप्ततनुविच्छिन्नोदाराणाम् ॥४॥
સૂતેલા, ક્ષીણ થયેલા, છેદાયેલા અને ઉદાર એવા પછીના (અસ્મિતા વગેરે)નું ક્ષેત્ર અવિદ્યા છે. ૪
भाष्य
अत्राविद्या क्षेत्रं प्रसवभूमिरुत्तरेषामस्मितादीनां चतुर्विधविकल्पानां प्रसुप्त तनुविच्छिन्नोदाराणाम् । तत्र का प्रसुप्तिः ? चेतसि शक्तिमात्रप्रतिष्ठानां