________________
પા. ૨ સૂ. ૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૩૭
અંકુર ઉત્પન્ન ન કરી શકે એવા બળેલા બીજના સમાન રૂપ કહ્યું.
ભલે. પ્રસંખ્યાન જ લેશોને અપ્રસવધર્મી ( અંકુર ઉત્પન્ન ન કરી શકે એવા) બનાવે, તો એમને ઓછા કરવાની શી જરૂર છે? એના જવાબમાં “તેષાં તનૂકરણાત્...” વગેરેથી કહે છે કે ક્લેશો જો ઓછા કરવામાં ન આવે તો બળવાન વિરોધીથી ઘેરાયેલી સત્ત્વ-પુરુષ-અન્યતા ખ્યાતિ પહેલાં તો ઉત્પન્ન થવા પણ શક્તિમાન બનતી નથી, તો એમને વંધ્ય કેવી રીતે બનાવે. પરંતુ ક્લેશો અત્યંત ક્ષીણ અને દુર્બળ બનતાં એમની વિરોધી છતાં, અભ્યાસ અને વૈરાગ્યથી એ (વિવેક ખ્યાતિ) ઉત્પન્ન થાય છે. અને ઉત્પન્ન થયા પછી એ એમનાથી (ક્લેશોથી) દબાઈ જતી નથી કે સ્પર્શતી નથી. અતીન્દ્રિય હોવાથી સત્ત્વપુરુષની ભિન્નતાની ખ્યાતિ સૂક્ષ્મ પ્રજ્ઞારૂપ છે. એ પ્રજ્ઞાનો વિષય સૂક્ષ્મ છે, તેથી એ સૂક્ષ્મ પ્રજ્ઞા વિલીન બનવા સમર્થ થશે. કેમ? કારણ કે ગુણોનો પોતાના કાર્યને આરંભ કરવારૂપ અધિકાર એનાથી સમાપ્ત થવાથી એ વિલીન થાય છે. ૨
અથ છે વત્તેશ: ચિન્તો વેતિ ? -
ક્લેશો ક્યા અને કેટલા છે?अविद्याऽस्मितारागद्वेषाभिनिवेशाः पञ्च क्लेशाः ॥३॥ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ પાંચ ક્લેશો છે.
भाष्य क्लेशा इति पञ्च विपर्यया इत्यर्थः । ते स्यन्दमाना गुणाधिकारं दृढयन्ति, परिणाममवस्थापयन्ति, कार्यकारणस्रोत उन्नमयन्ति, परस्परानुग्रहतन्त्रीभूत्वा कर्मविपाकं चाभिनिर्हरन्तीति ॥३॥
પાંચ વિપર્યયો (મિથ્યા જ્ઞાનો) ક્લેશો છે. તેઓ પ્રવાહિત (કાર્યરત) થઈને ગુણોના અધિકારને દઢ બનાવે છે, એમનાં પરિણામો ઉત્પન્ન થાય એની વ્યવસ્થા કરે છે, કાર્યકારણના પ્રવાહને ઉઠાવ આપે છે, અને પરસ્પર સહયોગને તંત્ર બનાવી કર્મવિપાક પ્રગટાવે છે. ૩
तत्त्व वैशारदी