________________
[૨૧] અથવા વિલીન થઈ જાય છે. અર્થાત ચિત્તને જો વિશુદ્ધિના માર્ગે ચલાવવામાં આવે તો એમાં સ્વચાલિત ચક્ર જેવું બળ ઉત્પન્ન થાય છે, જે મનુષ્યને છેવટે કૈવલ્યભાગી બનાવે છે.
ઊપર જણાવેલી પાંચ વૃત્તિઓમાં પહેલી પ્રમાણવૃત્તિ પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એમ ત્રણ પ્રકારની છે. એમાં પ્રત્યક્ષને મુખ્ય માનવામાં આવે છે, કારણ કે અનુમાન અને આગમ એના આધારે પ્રવર્તે છે. ઇન્દ્રિયની પ્રણાલીથી બહારની વસ્તુના આકારવાળી બનેલી ચિત્તવૃત્તિને પુરુષ જાણે એ પ્રત્યક્ષ છે. અહીં સમજવાની વાત એ છે કે પુરુષ બહારના પદાર્થને નહીં, પણ એ પદાર્થના આકારવાળી બનેલી બુદ્ધિવૃત્તિને જુએ છે. અર્થાત્ મનુષ્ય જયારે જગતને જુએ છે ત્યારે સીધી રીતે જગતને નહીં પણ જગતના આકારે પરિણમેલી બુદ્ધિવૃત્તિને જુએ છે, અને ખરેખર તો બુદ્ધિ અચેતન હોવાથી, એમાં પડેલું ચેતનનું પ્રતિબિંબ બુદ્ધિવૃત્તિને અને તદાકાર જગતને જુએ છે. આમ જ્યારે જગત જવાતું હોય ત્યારે ખરેખર તો પુરુષ જવાતો હોય છે, અર્થાત ચૈતન્ય પોતાને તે તે આકારે જુએ છે. છતાં દશ્ય જગત તરફ આંધળીઅવિચારી-આસક્તિને લીધે આ સત્ય સમજાતું નથી. દૃષ્ટિ સતત દશ્ય તરફ વળેલી રહેતી હોવાથી દ્રષ્ટા પુરુષ છે જ નહીં એવું લાગે છે. આમ જે ખરેખર છે અને નિરંતર રહે છે, અને જેને લીધે આ બધું દેખાય છે એ દ્રષ્ટા નથી અને જે સતત પરિવર્તનશીલ હોવાથી અનિત્ય-અસત્-કહી શકાય એવું દશ્ય જ માત્ર હયાત છે, એવો ભાસ થાય છે. અદ્વૈત વેદાન્ત આને માયા કહે છે અને યોગ અવિદ્યા કહે છે, એ વાત આગળ સ્પષ્ટ થશે. સમાધિ માટે અર્થાત દ્રા આત્માના સાક્ષાત્કાર માટે પ્રત્યક્ષ વૃત્તિનો પણ નિરોધ કરવો કેમ આવશ્યક બને છે, એ વાત આ રીતે સ્પષ્ટ થાય છે. આ વિષે શ્રી રમણ મહર્ષિ કહે છે :
अज्ञस्य विज्ञस्य च विश्वमस्ति पूर्वस्य दृश्यं जगदेव सत्यम् । परस्य दृश्याश्रयभूतमेकं सत्यं प्रपूर्ण प्रविभात्यरूपम् ॥ सद्दर्शन, १८
“અજ્ઞાની અને જ્ઞાની બંને માટે વિશ્વ છે. અજ્ઞાની દશ્ય જગતને જ સત્ય સમજે છે, જ્યારે જ્ઞાનીની દૃષ્ટિમાં દશ્યના આશ્રયરૂપે રહેલું, પૂર્ણ, અરૂપ સત્ય સ્પષ્ટ જણાય છે.”
બે વસ્તુઓના સહભાવને દર્શાવતા ચિહ્ન પરથી દેખાતી વસ્તુ જોઈને ન દેખાતી છતાં એનાથી સંબંધિત વસ્તુવિષે નિશ્ચય કરતી વૃત્તિ અનુમાન છે. અને સ્વયં આમ પ્રત્યક્ષ અથવા અનુમાનથી વસ્તુનો નિર્ણય કરી, શ્રદ્ધેય પુરુષ શબ્દ વડે બીજના ચિત્તમાં એ જ્ઞાનનું સંક્રમણ કરે એ આગમ કે શબ્દપ્રમાણ છે. જે વક્તાએ પદાર્થને જયો કે અનુમાનથી જણ્યો ન હોય અથવા ન માની શકાય એવા પદાર્થ વિષે કહેતો