________________
[૨૪] વ્યસ્થિત ચિત્તની અવસ્થાઓમાં સ્વરૂપથી થતી નથી. છીપને જોનાર એને પ્રામાણિકપણે છીપરૂપે અથવા વિપર્યયજ્ઞાનથી ચાંદીરૂપે જોઈ શકે છે, પણ એથી છીપમાં એના સ્વરૂપનો ઉદય કે અસ્ત થતો નથી. વ્યસ્થિત અવસ્થામાં દ્રષ્ટા સ્વરૂપસ્થ હોવા છતાં એવો જણાતો નથી, તો કેવો જણાય છે? એનો જવાબ આપતાં આગળનું સુત્ર કહે છે કે ત્યારે ચિત્તની વૃત્તિઓ જેવી વૃત્તિવાળો પુરુષ જણાય છે. વિજ્ઞાનભિક્ષુ પોતાની વ્યાખ્યા “યોગવાર્તિક”માં આ વાતને રસપ્રદ રીતે રજૂ કરે છે :
इतरत्र व्युत्थाने याश्चित्तस्य वृत्तयो दीपशिखा इव द्रव्यरूपा भङ्गुरा अवस्थापरिणामाः मूषानिषक्तद्रुतताम्रवत्स्वसंयुक्ताकाराः त्रिगुणकार्यत्वात्सुखदुःखमोहाश्रयतया शान्तधोरमूढाख्याः भवन्ति । ताभिरविशिष्टा वृत्तयो यस्य पुरुषस्य स तथा ।
“બીજી વ્યસ્થાનદશામાં ચિત્તની વૃત્તિઓ દીવાની જ્યોત જેવી દ્રવ્યરૂપ, સતત બદલાતી અવસ્થાઓના રૂપે પરિણમે છે, અને બીબામાં ઢાળેલા ઓગાળેલા તાંબાની જેમ પોતાની સાથે જોડાયેલા પદાર્થોના આકારોવાળી, ત્રણ ગુણોના કાર્યરૂપ હોવાથી, સુખ, દુ:ખ અને મોહને આશ્રય આપતી, શાન્ત, ઘોર અને મૂઢ નામોવાળી બને છે. પુરુષ એમના જેવી જ વૃત્તિઓવાળો જણાય છે.”
વાચસ્પતિ મિશ્ર વેદાન્તની પરંપરા પ્રમાણે ચિત્ત અને અસંગ પુરુષનો સંબંધ એમના સાચા સંયોગને કારણે નહીં, પણ લોહચુંબકની જેમ ફક્ત નજીકપણાને લીધે થતો દર્શાવે છે. જયારે વિજ્ઞાનભિક્ષુ પુરુષમાં સુખીપણા વગેરે અનુભવો ચેતનમાં બુદ્ધિના પ્રતિબિંબને કારણે થતા માને છે. પરંતુ બુદ્ધિવૃત્તિમાં ચેતનના પ્રતિબિંબથી અચેતન બુદ્ધિ ચેતન જેવી જણાતી હોય અને બુદ્ધિવૃત્તિથી અભિન્ન વૃત્તિવાળો પુરુષ હોવાથી એના સુખ વગેરેના અનુભવો સમજાવી શકાતા હોય, તો ભિાની ચેતનના બુદ્ધિમાં પડતા બીજા પ્રતિબિંબને સ્વીકારવાની વાત અયોગ્ય છે, એમ લાગે છે.
પછીનાં બે સૂત્રો પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ-એ પાંચ પ્રકારની વૃત્તિઓને કર્ભાશયમાં વધારો કરનારી હોય તો ક્લિષ્ટ-દુઃખદ અને વિવેકખ્યાતિને બળ આપી ગુણોના કાર્યોનો વિરોધ કરનારી હોય તો અક્લિષ્ટસુખદ-એવા ભાગ પાડે છે. સુખદ વૃત્તિઓ વડે દુઃખદનો અને પરવૈરાગ્ય વડે સુખદનો પણ નાશ કરવાનું લક્ષ્ય હોઈ વૃત્તિઓની સંખ્યા અને લક્ષણોનું નિરૂપણ આવશ્યક બને છે.
ભાષ્યકાર એમાં એક વાત ઉમેરે છે કે ક્લિષ્ટવૃત્તિઓની વચ્ચે રહેલી હોવા છતાં અશ્લિષ્ટ વૃત્તિઓ પોતાના જેવા સંસ્કારો ઉત્પન્ન કરે છે, અને એ સંસ્કારો પાછા પોતાના જેવી વૃત્તિઓ ઉત્પન્ન કરે છે. આમ સજાતીય વૃત્તિ સંસ્કારનું ચક્ર સતત ત્યાં સુધી ચાલે છે, જયાં સુધી ચિત્ત પોતાના અધિકારથી નિવૃત્ત થઈ આત્માકાર બને છે