________________
બીજા સાધનપાદ
उद्दिष्टः समाहितचित्तस्य योग: । कथं व्युत्थितचित्तोऽपि योगयुक्तः દ્રિત્યેતરખ્યતે- સમાહિતચિત્તવાળા માટે યોગ કહ્યો. વ્યસ્થિત ચિત્તવાળો પણ કેવી રીતે યોગયુક્ત થાય, એ માટે આનો આરંભ કરવામાં આવે છે –
तपःस्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः ॥१॥ તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન ક્રિયા(કર્મ) યોગ છે. ૧
भाष्य
नातपस्विनो योगः सिध्यति । अनादिकर्मक्लेशवासना चित्रा प्रत्युपस्थितविषयजाला चाशुद्धिर्नान्तरेण तपः संभेदमापद्यत इति तपस उपादानम् । तच्च चित्तप्रसादनमबाधमानमनेनासेव्यमिति मन्यते ।
स्वाध्यायः प्रणवादिपवित्राणां जपो मोक्षशास्त्राध्ययनं वा । ईश्वरप्रणिधानं सर्वक्रियाणां परमगुरावर्पणं तत्फलसंन्यासो वा ॥१॥
તપસ્વી ન હોય એવા મનુષ્યને યોગ સિદ્ધ થતો નથી. અનાદિકાળથી ચાલ્યા આવતા ક્લેશો અને કર્મવાસનાઓથી વિચિત્ર જણાતી, અને નિરંતર હાજર રહેતી વિષયજાળવાળી અશુદ્ધિ, તપના સંબંધ વિના તૂટતી નથી. તેથી તપનો સ્વીકાર કરવો જોઈએ. અને એ (તપ) ચિત્તની પ્રસન્નતાનો નાશ ન કરે એવી રીતે આ યોગીએ સેવવું જોઈએ, એમ પૂર્વાચાર્યો માને છે.
સ્વાધ્યાય એટલે પ્રણવ વગેરે પવિત્ર મંત્રોનો જપ અથવા મોક્ષશાસ્ત્રનું અધ્યયન. ઈશ્વરપ્રણિધાન એટલે બધાં કર્મોનું પરમગુરુ ઈશ્વરને સમર્પણ અથવા એમના ફળનો ત્યાગ. ૧
तत्त्व वैशारदी ननु प्रथमपादेनैव सोपायः सावान्तरप्रभेदः सफलो योग उक्तस्तत्किमपरमवशिष्यते यदर्थं द्वितीयः पादः प्रारभ्येतेत्यत आह- उद्दिष्ट इति । अभ्यासवैराग्ये हि योगोपायौ प्रथमे पाद उक्तौ । न च तौ व्युत्थितचित्तस्य द्रागित्येव संभवत इति