________________
પા. ૧ સૂ. ૫૧] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૧૨૯ केवलो मुक्त इत्युच्यत इति ॥ ५१ ॥
એ (નિર્બીજ સમાધિ) કેવળ સમાધિપ્રજ્ઞાનો વિરોધી નથી, સમાધિપ્રજ્ઞાજન્ય સંસ્કારોનો પણ પ્રતિબંધક છે. કેમ ? કારણ કે નિરોધજન્ય સંસ્કાર સમાધિજન્ય સંસ્કારોનો નાશ કરે છે.
નિરોધસ્થિતિના કાળક્રમના અનુભવથી, નિરુદ્ધ ચિત્તવડે પેદા થયેલા સંસ્કારોના અસ્તિત્વનું અનુમાન કરવું જોઈએ. વ્યુત્થાનના નિરોધથી થયેલા સમાધિથી ઉત્પન્ન થયેલા, કૈવલ્ય તરફ દોરી જતા સંસ્કારો સાથે ચિત્ત પોતાની મૂળભૂત સ્થિર (નિત્ય) પ્રકૃતિમાં લીન થાય છે. તેથી એ સંસ્કારો ચિત્તના અધિકારના વિરોધી છે, એની સ્થિતિના હેતુ નથી. આ કારણે અધિકાર સમાપ્ત થતાં, કૈવલ્ય તરફ લઈ જતા સંસ્કારો સાથે ચિત્ત નિવૃત્ત થાય છે. એ નિવૃત્ત થતાં, પુરુષ ફક્ત સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે, તેથી શુદ્ધ, કેવળ અને મુક્ત કહેવાય છે. ૫૧
इति श्रीपातञ्जले योगशास्त्रे सांख्यप्रवचने श्रीमद् व्यासभाष्ये प्रथमः समाधिपादः ॥ १ ॥
આમ શ્રી પાતંજલયોગશાસ્ત્રમાં સાંખ્ય પ્રવચન નામના શ્રીવ્યાસભાષ્યમાં પહેલો સમાધિપાદ સમાપ્ત થયો. ૧
तत्त्व वैशारदी
तदत्र भोगाधिकारप्रशान्तिः प्रयोजनं प्रज्ञासंस्काराणामित्युक्तम् । पृच्छति - किं चेति । किं चास्य भवति प्रज्ञासंस्कारवच्चित्तं प्रज्ञाप्रवाहजनकतया तथैव साधिकारमित्यधिकारापनुत्तयेऽन्यदपि किंचिदपेक्षणीयमस्तीत्यर्थः । सूत्रेणोत्तरमाह - तस्यापि निरोधे सर्वनिरोधान्निर्बीज: समाधिः । परेण वैराग्येण ज्ञानप्रसादमात्रलक्षणेन संस्कारोपजननद्वारा तस्यापि प्रज्ञाकृतस्य संस्कारस्य निरोधो, न केवलं प्रज्ञाया इत्यपिशब्दार्थः । सर्वस्योत्पद्यमानस्य संस्कारप्रज्ञाप्रवाहस्य निरोधात्कारणाभावेन कार्यानुत्पादात्सोऽयं निर्बीजः समाधिः । व्याचष्टे - स निर्बीजः समाधिः समाधिप्रज्ञाविरोधिनः परस्माद्वैराग्यादुपजायमानः स्वकारणद्वारेण न केवलं समाधिप्रज्ञाविरोधी प्रज्ञाकृतानामप्यसौ संस्काराणां परिपन्थी भवति । ननु वैराग्यजं विज्ञानं सद्विज्ञानं प्रज्ञामात्रं बाधताम् । संस्कारं त्वविज्ञानरूपं कथं बाधते । द्रष्टा ह जाग्रतोऽपि स्वप्नद्रष्टार्थे स्मृतिरित्याशयवान्पृच्छति - कस्मादिति । उत्तरं निरोधज इति ।