________________
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૫૧
ભલે. સમાધિ પ્રજ્ઞાથી વ્યુત્થાન સંસ્કારોનો નિરોધ ભલે થતો. પરંતુ સમાધિથી ઉત્પન્ન થયેલો દૃઢ સંસ્કાર સમાધિ પ્રજ્ઞાનો અવિકલ (ફેરફાર વગરનો) હેતુ તો એમનો એમ જ રહે છે, તેથી ચિત્તનું સાધિકારપણું અક્ષુણ્ણ રહે છે, એમ “કથમસૌ...” વગેરેથી પ્રશ્ન ઉઠાવે છે. “ન તે પ્રજ્ઞાકૃતાઃ સંસ્કારા...” વગેરેથી એનો જવાબ આપે છે કે ચિત્તનાં બે કામ છે : શબ્દ વગેરેનો ઉપભોગ અને વિવેકખ્યાતિ. ક્લેશ અને કર્માશયવાળું ચિત્ત (પુરુષના) શબ્દ વગેરેના ઉપભોગ માટે પ્રવર્તે છે. અને સમાધિપ્રજ્ઞાથી ઉત્પન્ન થયેલા સંસ્કારોથી બધા ક્લેશ, કર્માશયોને જડમૂળથી ઉખાડી નાખનાર ચિત્તનો અધિકાર લગભગ પૂરો થયો હોવાથી, વિવેકખ્યાતિ ઉત્પન્ન કરવાનું એક જ કામ બાકી રહે છે. તેથી સમાધિ સંસ્કારો ચિત્તના ભોગાધિકારના હેતુ નથી, પણ એના વિરોધી છે. તેથી ભોગલક્ષણવાળા ચિત્તના પોતાના કાર્યથી એને નિવૃત્ત કરે છે, કે અસમર્થ બનાવે છે. કારણ કે ખ્યાતિ પર્યંત ચિત્તનું કામ છે. ત્યાં સુધી (પુરુષના) ભોગ માટે ચિત્ત કામ કરે છે, જ્યાં સુધી વિવેકખ્યાતિ અનુભવતું નથી. વિવેકખ્યાતિ ઉત્પન્ન થયા પછી, ક્લેશનિવૃત્તિ થતાં ભોગાધિકાર નથી, એવો અર્થ છે. ૫૦
૧૨૮ ]
િવાસ્ય મવતિ ? વળી બીજું શું આ યોગીને થાય છે ?तस्यापि निरोधे सर्वनिरोधान्निर्बीजः समाधिः ॥ ५१ ॥
એનો (સમાધિપ્રજ્ઞા જન્ય સંસ્કારનો) પણ નિરોધ થતાં, સર્વ નિરોધ થવાથી નિર્બીજ સમાધિ થાય છે. ૫૧
भाष्य
स न केवलं समाधिप्रज्ञाविरोधी, प्रज्ञाकृतानां संस्काराणामपि प्रतिबन्धी भवति । कस्मात् ? निरोधजः संस्कारः समाधिजान्संस्कारान्बाधत કૃતિ ।
निरोधस्थितिकालक्रमानुभवेन निरोधचित्तकृतसंस्कारास्तित्वमनुमेयम् । व्युत्थाननिरोधसमाधिप्रभवैः सह कैवल्यभागीयैः संस्कारैश्चित्तं स्वस्यां प्रकृताववस्थितायां प्रविलीयते, तस्मात्ते संस्काराश्चित्तस्याधिकार. विरोधिनो न स्थितिहेतवो, यस्मादवसिताधिकारं सह कैवल्यभागीयैः संस्कारैश्चित्तं विनिवर्तते, तस्मिन्निवृत्ते पुरुषः स्वरूपमात्रप्रतिष्ठोऽतः शुद्धः